ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પહેલું તેજસ ટ્વિન સીટર વિમાન વાયુસેનાને મળ્યું, જાણો શું છે તેની ખાસિયત

  • આજે ભારતીય વાયુસેનાને પ્રથમ LCA તેજસ ટ્વીન-સીટર વિમાન મળ્યું છે. અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ આ એરક્રાફ્ટની ખાસિયત એ છે કે જરૂર પડ્યે તે ફાઈટર એરક્રાફ્ટ પણ બની શકે છે.

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને આજે ભારતીય વાયુસેનાને પ્રથમ LCA તેજસ ટ્વીન-સીટર વિમાન આપવામાં આવ્યું છે. બેંગલુરુ-મુખ્યમથક ધરાવતી કંપનીએ જણાવ્યું હતું કે ટ્વીન-સીટર વેરિઅન્ટમાં ભારતીય વાયુસેનાની જરૂરિયાતોને પહોંચી વળવાની તમામ ક્ષમતાઓ તેનામાં છે અને જો જરૂરી હોય તો આ વિમાન ફાઇટરની ભૂમિકા પણ ભજવી શકે છે. આ LCA તેજસ ટ્વીન-સીટર વિમાન એક દમ હલકા વજન વાળું છે. જેથી તે ગમે તેવા હવામાનમાં પણ કામ કરી શકે છે, એવી એની મજબુત રચના કરવામાં આવી છે.

 

ભારતીય વાયુસેનાને આજે પ્રથમ તેજસ ટ્વીન સીટર વિમાન સમર્પિત કરવામાં આવ્યું છે. આ સમારોહમાં કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. વાયુસેના પ્રમુખ એયર ચીફ માર્શલ વીઆર ચૌધરીની હાજરીમાં LCA ટ્વીન સીટરને વાયુ સેનામાં સામેલ કરવામાં આવ્યું છે.

 

LCA તેજસ ટ્વીન સીટર એ હળવા વજનનું, ઓલ-વેધર મલ્ટીરોલ 4.5 જનરેશન એરક્રાફ્ટ છે. HALએ જણાવ્યું હતું કે, “તેજસે તમામ કસોટીઓ પાસ કરી છે. આજની ઐતિહાસિક ઘટના એલસીએ ટ્વીન સીટરના ઉત્પાદનમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. તેને ટ્વીન સીટર વેરિઅન્ટમાંથી પાઇલોટ્સને ફાઇટર પાઇલોટમાં રૂપાંતરિત કરવાના વ્યૂહાત્મક હેતુ સાથે ડિઝાઇન કરવામાં આવી છે.”

પાઇલોટ્સ માટે વિશેષ તાલીમ

HLAએ કહ્યું કે આ વર્ઝનને અપગ્રેડ કરવા માટે લાંબા સમયથી કામ ચાલી રહ્યું હતું. આ અદ્યતન ટેકનોલોજી ધરાવતું વિમાન છે, જે જરૂર પડ્યે ફાઈટર એરક્રાફ્ટ તરીકે પણ કામ કરી શકે છે. આ માટે પાયલોટને ખાસ તાલીમ આપવાની પણ વાત કરવામાં આવી રહી છે. આત્મનિર્ભર ભારતની દિશામાં આ એક મોટી ઉપલબ્ધિ છે.

HLA પાસે તેજસ માટે આવા હજી 18 ઓર્ડર

HAL પાસે ભારતીય વાયુસેના તરફથી 18 ટ્વીન-સીટર્સનો ઓર્ડર છે અને 2023-24 દરમિયાન તેમાંથી આઠ ડિલિવરી કરવાની યોજના છે. બાકીના 10નું વિતરણ 2026-27 સુધીમાં કરવામાં આવશે. વધુમાં, કંપનીએ કહ્યું કે તેને IAF તરફથી વધુ ઓર્ડર મળવાની અપેક્ષા છે.

આ પણ વાંચો: 600 મિલિયન ડૉલરનું ઈન્ડિયા-જાપાન ફંડ (IJF) લોન્ચ

Back to top button