વર્ષનું પહેલુ સુર્ય ગ્રહણ આ જ મહિનામાંઃ જાણો સમય
- આ વર્ષે કુલ ચાર ગ્રહણ લાગશે
- બે સુર્ય ગ્રહણ અને બે ચંદ્ર ગ્રહણ
- બંને સુર્ય ગ્રહણ ભારતમાં દેખાશે નહીં
જ્યારે ચંદ્ર પૃથ્વી અને સુર્યની વચ્ચેથી પસાર થાય છે, જ્યારે પૃથ્વીના એક નાનકડા હિસ્સાથી સુર્યની રોશની સંપુર્ણ રીતે અથવા તો આંશિક રીતે છુપાઇ જાય છે તો સુર્ય ગ્રહણ થાય છે. ચંદ્ર પૃથ્વીની છાયામાં આવે છે, જેના કારણે ચંદ્ર અંધારિયો કે કાળો બની જાય છે. ત્યારે ચંદ્ર ગ્રહણ થાય છે. ચંદ્ર ગ્રહણ દરમિયાન ચંદ્રમા લાલ, નારંગી, ભુરા રંગનો જોવા મળે છે અથવા પુર્ણ ગ્રહણમાં તે સંપુર્ણ રીતે ગાયબ થાય છે. આ વર્ષે કુલ ચાર ગ્રહણ લાગવાના છે. તેમાં બે સુર્ય ગ્રહણ અને બે ચંદ્ર ગ્રહણ છે. બંને સુર્યગ્રહણ ભારતમાં દેખાવાના નથી.
ક્યારે લાગશે વર્ષનું પહેલુ સુર્યગ્રહણ
2023માં પહેલુ સુર્યગ્રહણ 20 એપ્રિલે સવારે 7.05 વાગ્યાથી બપોરે 12.29 સુધી હશે. આ વર્ષે ઓક્ટોબરમાં 14 તારીખે બીજુ સુર્ય ગ્રહણ જોવા મળશે. જ્યારે વર્ષનું બીજુ સુર્ય ગ્રહણ આંશિક હશે, પહેલુ સંકર હશે.
શું હોય છે સંકર સુર્યગ્રહણ
જ્યારે એક વલયાકાર ગ્રહણ અને પુર્ણ સુર્ય ગ્રહણનું સંયોજન થાય છે, ત્યારે એક સંકર સુર્ય ગ્રહણ થાય છે. તે એક દુર્લભ પ્રકારનું ગ્રહણ છે. આ મામલામાં પૃથ્વીના ગ્રહણ પથના કેટલાક ભાગ પડછાયાઓમાં ચાલ્યા જાય છે. ચંદ્રમાની છાયાનો સૌથી કાળો ભાગ, જેનાથી કુલ સૌર ગ્રહણ બને છે. એક સંકર ગ્રહણમાં સુર્ય કેટલીક સેકન્ડ માટે વલય આકારનો થઇ જાય છે.
ક્યાં જોવા મળશે સુર્યગ્રહણ
વર્ષનું પહેલુ સુર્ય ગ્રહણ ઓસ્ટ્રેલિયા, પુર્વ અને દક્ષિણ એશિયા, પ્રશાંત મહાસાગર, એન્ટાર્કટિકા અને હિન્દ મહાસાગરમાં જોવા મળશે. આ ગ્રહણ ભારતમાં જોવા નહી મળે, પરંતુ ભારતીયો બીજા દેશોના લાઇવ ટેલિકાસ્ટ દ્વારા જોઇ શકશે.
ક્યારે લાગશે અન્ય ગ્રહણ
14 ઓક્ટોબર, 2023ના રોજ બીજુ અને આખરી સુર્યગ્રહણ લાગશે. વર્ષનું પહેલુ ચંદ્રગ્રહણ 5 મે, 2023ના રોજ જોવા મળશે. તે નરી આંખથી જોઇ શકાશે. વર્ષનું બીજુ ચંદ્ર ગ્રહણ ભારતીય સમય અનુસાર 29 ઓક્ટોબર, 2023ના રોજ લાગશે. તે આંશિક ચંદ્ર ગ્રહણ છે.
આ પણ વાંચોઃ વિદ્યાર્થીને તાલિબાની સજા ! સફાઈ કરવાની ના પાડતા માર મારી આપ્યો ‘કરંટ’