ટ્રેન્ડિંગમનોરંજન

‘Bawaal’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિવીલ, આ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ફિલ્મ

Text To Speech

‘દંગલ’ ફેમ ડિરેક્ટર નિતેશ તિવારીની ફિલ્મ ‘Bawaal’માં વરુણ ધવન અને જાહ્નવી કપૂર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ સાથે એ પણ કહેવામાં આવ્યું હતું કે આ ફિલ્મ થિયેટરમાં નહીં પરંતુ સીધી OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરતી વખતે જાહ્નવીએ કહ્યું કે આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર જુલાઈમાં રિલીઝ થશે. આ પોસ્ટરમાં વરુણ અને જાહ્નવી એકબીજાને જોઈને પ્રેમથી હસતા જોવા મળે છે. આ પોસ્ટરમાં જાહ્નવી પરંપરાગત ઈયરિંગ્સ સાથે એથનિક લુકમાં જોવા મળી રહી છે, જ્યારે વરુણે બ્લુ શર્ટ અને ગ્રે જેકેટ પહેર્યું છે.

આ પણ વાંચોઃ ‘Adipurush’ ફિલ્મ વિવાદઃ આલોચના વચ્ચે મુન્તાશીરના સમર્થનમાં આવ્યા મનોજ તિવારી

આ ફિલ્મને સાજીદ નડિયાદવાલા પ્રોડ્યુસ કરી રહ્યા છે. નિતેશ અને સાજિદની આ જોડીએ અગાઉ ફિલ્મ ‘છિછોરે’ બનાવી હતી, જેમાં સુશાંત સિંહ રાજપૂત અને શ્રદ્ધા કપૂર મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.

જ્હાન્વીની ત્રીજી OTT રિલીઝ

આ પહેલા જ્હાન્વીની બે ફિલ્મો સીધી OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ચૂકી છે. ‘ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ’ વર્ષ 2020માં નેટફ્લિક્સ પર અને ‘ગુડ લક જેરી’ ડિઝની + હોટસ્ટાર પર 2022માં રિલીઝ થઈ હતી. આ સિવાય ઝોયા અખ્તરની શોર્ટ ફિલ્મ ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ પણ 2020માં નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી.

વરુણની બીજી OTT રિલીઝ

‘Bawaal’વરુણ ધવનની બીજી ફિલ્મ હશે જે સીધી OTT પર રિલીઝ થશે. વર્ષ 2020ની શરૂઆતમાં તેની ‘કુલી નંબર 1’ સીધી OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.

જુલાઈમાં રિલીઝ થતી ફિલ્મો

કાર્તિક આર્યન-કિયારા અડવાણીની ‘સત્યપ્રેમ કી કથા’ અને ‘ઇન્ડિયાના જોન્સઃ ધ ડાયલ ઑફ ડેસ્ટિની’ જુલાઈમાં રિલીઝ થશે.

Back to top button