ઉત્તર ગુજરાતગુજરાત

ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ : બનાસકાંઠા જિલ્લા પંચાયતના કર્મચારીઓ માટે SPORTS CHAMPIONSHIP-2022 નો પ્રારંભ કરાયો

Text To Speech

પાલનપુર : બનાસકાંઠા જિલ્લા પંચાયત આયોજિત SPORTS CHAMPIONSHIP-૨૦૨૨ અંતર્ગત તા. 8 અને 9 ઓકટોબર’22ના રોજ ઝોન 1: વાવ, થરાદ, લાખણી, સુઇગામ, ભાભર, દીયોદર, ડીસા, કાંકરેજ તાલુકાની વિવિધ સ્પર્ધાઓ ડીસા સ્પોર્ટ કલબ ખાતે તથા ઝોન 2: પાલનપુર, વડગામ, દાંતા, ધાનેરા, અમીરગઢ, દાંતીવાડા, જિલ્લા પંચાયત પાલનપુરની વિવિધ સ્પર્ધાનું આર્યજન જી.ડી.મોદી, આદર્શ વિદ્યાલય, જ્યૉર્જ ફીફ્થ કલબ ખાતે રાખવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના મસુરી I.A.S ટ્રેનિગ સેન્ટર ખાતે પોતાની મુલાકાત દરમ્યાન તમામ I.A.S અધિકારીઓને દેશના દરેક જિલ્લામાં રમત-ગમત ક્ષેત્રે ખેલાડીઓમાં SPORTS UNITY AND FITNESS વિકસે તે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. એ અભિગમને સાર્થક કરવા માટે બનાસકાંઠા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમવાર બનાસકાંઠા જિલ્લા પંચાયતના સમગ્ર કર્મચારી સંવર્ગ માટે SPORTS CHAMPIONSHIP-૨૦૨૨નો પ્રારંભ કરાવ્યો હતો.

SPORTS CHAMPIONSHIP-2022-humdekhengenews

પ્રથમ અને દ્વિતીય નંબર પ્રાપ્ત કરનાર વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત

જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાનેથી નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, હિસાબી અધિકારી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, અન્વેષણ અધિકારી, વિભાગીય હિસાબનીશ અને સમગ્ર વ્યવસ્થાપન સમિતિના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્પર્ધાનું સંચાલન કરવામાં આવ્યું હતું.

SPORTS CHAMPIONSHIP-2022-humdekhengenews

 

જેમાં બનાસકાંઠા જિલ્લા પંચાયતના સમગ્ર સંવર્ગના કર્મચારી ખેલાડીઓ માટે ચૈસ, રસ્સા ખેંચ, બેડ મિન્ટન, ટેબલ ટેનીસ, કેરમ, ગોળા ફેંક, કબડી, પાસીંગ વોલીબોલ, શૂટીંગ વૉલીબોલ, ક્રિકેટ જેવી વિવધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. SPORTS CHAMPIONSHIP-2022માં કુલ-859 ખેલાડી ભાઇઓ-બહેનોએ ભાગ લીધો હતો.

SPORTS CHAMPIONSHIP-2022-humdekhengenews

 

મેગા ફાઇનલમાં 250 ખેલાડીઓએ લીધો ભાગ

આ SPORTS CHAMPIONSHIP-2022 તા.16 ઓકટોબર’22ના રોજ મેગા ફાઇનલ સ્પર્ધાનું આયોજન ડીસા સ્પોર્ટસ ક્લબ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં કુલ-250 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં જિલ્લાના તમામ અધિકારીશ્રીએ સાંજે 05:00 થી 10:00 વાગ્યા સુધી હાજરી આપી તેઓના દ્વારા પ્રથમ અને દ્વિતીય નંબર પ્રાપ્ત કરનાર વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : રશિયાના હાથમાં આવ્યું ઘાતક હથિયાર, નાના ‘આત્મઘાતી ડ્રોન’ યુક્રેનમાં મચાવી રહ્યા છે તબાહી

Back to top button