ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

2022નો પ્રથમ વિદેશ પ્રવાસઃ બર્લિનમાં પીએમ મોદીનું રેડ કાર્પેટ વેલકમ, ડિપ્લોમેટિક બેઠકો બાદ ભારતીય સમુદાયને સંબોધશે.

Text To Speech

વર્ષ 2022ના પ્રથમ વિદેશ પ્રવાસ માટે પ્રધાનમંત્રી મોદી બર્લિન પહોંચ્યા છે. અહીં એરપોર્ટ પર તેમનું પ્રોટોકોલ પ્રમાણે સ્વાગત કરવામાં આવ્યુ. તેઓ 2 થી 4 મે દરમિયાન ત્રણ યુરોપિયન દેશો જર્મની, ડેનમાર્ક અને ફ્રાંસની મુલાકાત લેશે. તેમના વિદેશ પ્રવાસના પ્રથમ તબક્કામાં જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝને મળશે બંને નેતા છઠ્ઠા ભારત – જર્મની આંતર- સરકારી પરામર્શ બેઠકની સહ અધ્યક્ષતા કરશે.

આ બેઠકમાં બંને દેશોના ઘણા મંત્રીઓ સામેલ થશે. ગત ડિસેમ્બર મહિનામાં સત્તામાં આવેલી નવી જર્મન સરકાર સાથે પ્રધાનમંત્રી મોદીની આ પ્રથમ મંત્રણા થશે. આ યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી અને ચાન્સેલર શોલ્ઝ એક વ્યાપારિક સંમેલનને પણ સંયુક્તરૂપે સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જર્મનીમાં ભારતીય સમુદાયની સાથે સંવાદ પણ કરશે. આ વાતચીત દરમિયાન પરસ્પર દ્વિપક્ષી સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા ઉપરાંત અન્ય ક્ષેત્રે સહયોગ વધારવા પર વિચાર – વિમર્શ કરશે. ડેન્માર્કમાં પ્રધાનમંત્રી ભારત – ડેન્માર્ક વ્યાપાર મંચમાં ભાગીદારી કરશે અને મૂળ ભારતીય વંશના લોકોને સંબોધન કરશે.

જર્મનીમાં ભારતીયોને સંબોધિત કરશે
PMOએ વડાપ્રધાન મોદીને ટાંકીને કહ્યું કે, ‘2021માં ભારત-જર્મની રાજદ્વારી સંબંધોને 70 વર્ષ પૂરા થયા છે. વધુમાં, અમે વર્ષ 2000 થી વ્યૂહાત્મક ભાગીદાર પણ છીએ. હું ચાન્સેલર સ્કોલ્ઝ સાથે વ્યૂહાત્મક, પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસની ચર્ચા કરીશ. જર્મન ચાન્સેલર અને હું અમારા ઉદ્યોગ સહયોગ માટે બિઝનેસ રાઉન્ડ ટેબલ મીટિંગને પણ સંબોધિત કરીશું.

ત્યારબાદ બીજા તબક્તામાં ભારત નોર્ડિક સંમેલન દરમિયાન આઈસલેન્ડ, નોર્વે, સ્વીડન અને ફિન્લેડના પ્રધાનમંત્રીઓ સાથે સંવાદ કરશે. આ સંમેલન દરમિયાન કોરોના બાદ અર્થવ્યવસ્થાને પાટા પર લાવવી, જળવાયુ પરિવર્તન, નવીનીકરણીય ઉર્જા, ટેકનોલોજી, નવા વૈશ્વિક પરિપ્રેક્ષ્ય અને આર્કટિક ક્ષેત્રમાં નોર્ડિક દેશો સાથેના ભારતના સહયોગ પર વિશેષ રૂપે વિચાર – વિમર્શ કરશે. પહેલું ભારત – નોર્ડિક સંમેલન વર્ષ 2018માં સ્ટોકહોમમાં યોજાયું હતું.

યાત્રાના અંતિમ તબક્કામાં પ્રધાનમંત્રી પેરિસમાં રોકાશે અને રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને ફ્રાન્સ આ વર્ષે તેમન રાજનૈતિક સંબંધોના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. મેક્રોન સાથેની મુલાકાતમાં બંને દેશ પરસ્પર સહયોગ વધુ મજબૂત બનાવવા પર વિચારણા થશે. ભારત અને ફ્રાન્સ આ વર્ષે તેમન રાજનૈતિક સંબંધોના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. મેક્રોન સાથેની મુલાકાતમાં બંને દેશ પરસ્પર સહયોગ વધુ મજબૂત બનાવવા પર વિચારણા થશે.

 

Back to top button