ચોમાસાની પ્રથમ આગાહી, જાણો આ વર્ષે કેવો રહેશે વરસાદ, શું અલ નીનો ચોમાસું બગાડશે ?
સામાન્ય રીતે હજુ ચોમાસાને બે મહિના જેટલો સમય છે પરંતુ તે પહેલા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ફરી એકવાર દેશમાં ચોમાસાને લઈને આગાહી કરીછે. તાજેતરમાં IMD દ્વારા ચોમાસાને લઈને આગાહી કરવામા આવી છે. જેમાં આ વખતે ચોમાસું સામાન્ય રહેવાની ધારણા વ્યક્ત કરવામા આવી છે.
IMDએ ચોમાસાને લઈને કરી આગાહી
ભારતીય હવામાન વિભાગ (IMD) ના હવામાન વિજ્ઞાનના મહાનિર્દેશક ડૉ મૃત્યુંજય મહાપાત્રાએ ચોમાસાને લઈને આગાહી કરતા જણાવ્યું હતુ કે આ વર્ષે સામાન્ય ચોમાસું રહેવાની અપેક્ષા છે. અને ચોમાસાની ઋતુ દરમિયાન અલ નીનોની સ્થિતિ વિકસિત થવાની સંભાવના છે. જેની અસર દેશના અન્ય ભાગોમાં જોવા મળી શકે છે.
અલ નીનોની સ્થિતિ વિકસિત થવાની સંભાવના
IMD ના જણાવ્યા અનુસાર ચોમાસાની ઋતુ દરમિયાન અલ નીનોની સ્થિતિ વિકસિત થવાની સંભાવના છે. જેના કારણે કેટલાક ભાગોમાં ચોમાસું નબળું રહેવાની શક્યતા છે. ત્યારે આ અંગે વધુ સ્પષ્ટતા કરતા મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતુ કે તમામ અલ નીનો વર્ષ ચોમાસાના નબળુ વર્ષ નથી. જેથી આ વર્ષે પણ ચોમાસા સાથે અલ નીનોનો સીધો સંબંધ નહીં હોય અને આ વર્ષે ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદ પડશે. અલ નીનોની સ્થિતિની અસર સિઝનના બીજા ભાગમાં જોવા મળી શકે છે.
જાણો ગુજરાતમાં ચોમાસુ કેવુ રહેશે ?
IMD ના જણાવ્યા અનુસાર ચોમાસાનો પ્રથમ તબક્કો ખૂબ સારો રહેશે.અને ગુજરાતની વાત કરવામા આવે તો ગુજરાતમાં જુલાઈથી ઓગસ્ટ સુધીમાં ચોમાસુ ખુબ સારું રહેશે. તેમજ આ સમયગાળા દરમિયાન રાજ્યમાં સારો અને વ્યાપક વરસાદ થવાની શક્યતા છે.
ચોમાસું કેટલા ટકા રહેશે ?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભારતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની સીઝન (જૂનથી સપ્ટેમ્બર) દરમિયાન સામાન્ય વરસાદ રહેશે. તેમજ આ વખતે ચોમાસું 96 ટકા (5 ટકાના ભૂલ માર્જિન સાથે) રહેશે. અને દેશમાં 87 સે.મી.ના લાંબા ગાળાનો વરસાદ ખાબકશે.
આ પણ વાંચો : PM મોદીનો 17 એપ્રિલનો ગુજરાત પ્રવાસ રદ,જાણો શું છે કારણ ?