અમદાવાદગુજરાતશ્રી રામ મંદિર

148 મુસાફરો સાથે અમદાવાદથી અયોધ્યાની પહેલી ફ્લાઈટ રવાના, એરપોર્ટ પર જય શ્રીરામનો નાદ ગૂંજ્યો

Text To Speech

અમદાવાદ, 11 જાન્યુઆરી 2024, અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં ચાલી રહી છે. ત્યારે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા અમદાવાદથી અયોધ્યાની ડાયરેક્ટ ફ્લાઈટ આજથી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સના સ્ટાફે ભગવાન શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણ અને હનુમાનજીના પરિધાનમાં ‘જય જય શ્રીરામ’ નાદ સાથે એરપોર્ટ પર આવેલા મુસાફરોનું અભિવાદન ઝીલ્યું હતું. પહેલી ફલાઇટમાં સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી સહિત 148 મુસાફરો અયોધ્યા પહોંચશે.

ફ્લાઇટમાં સાધુ-સંતો ઉપરાંત રામ ભક્તો અયોધ્યા ગયાં
અમદાવાદ એરપોર્ટથી 148 પેસેન્જર સાથે પ્રથમ ફ્લાઇટ અયોધ્યા પહોંચશે. આ ફ્લાઇટમાં સાધુ-સંતો ઉપરાંત રામ ભક્તો અને સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી પણ અયોધ્યા સુધીની મુસાફરી કરી રહ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, અમદાવાદથી પહેલી ફ્લાઇટ અયોધ્યા પ્રસ્થાન કરી રહી છે. 550 વર્ષના સંઘર્ષ બાદ 22 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા અને રામ મંદિરનું લોકાર્પણ સહિતના કાર્યક્રમો યોજાશે. આ પહેલા 14 જાન્યુઆરીએ મકરસંક્રાતિના દિવસે પરમ પૂજ્ય રામભદ્રાચાર્ય મહારાજ પણ 1008 હનુમાન મહાયજ્ઞ શરૂ કરશે. જેમાં ભાગ લેવા માટે ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં લોકો આજે અયોધ્યા પ્રસ્થાન કરી રહ્યા છે.

ઇન્ડિગો એરલાઇન્સની પ્રથમ સીધી ફ્લાઇટ અયોધ્યા પહોંચશે
અમદાવાદથી પણ મુસાફરો સાથે ઇન્ડિગો એરલાઇન્સની પ્રથમ સીધી ફ્લાઇટ અયોધ્યા ખાતે પહોચશે. અમદાવાદથી અયોધ્યાની આજે પહેલી સીધી ફ્લાઇટમાં સાધુ-સંતો સહિત ગુજરાતના વિવિધ સ્થળોએથી આવેલા રામભક્તો મુસાફરી કરી રહ્યા રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઇન્ડિગો દ્વારા પણ કેક કટિંગ કરીને આ મુસાફરીને સુખદ બનાવવા શુભેચ્છા પાઠવી હતી. ફ્લાઈટ કેપ્ટન આશુતોષ શેખરે જય શ્રીરામના નારા લગાવીને મુસાફરોનું ખૂબ જ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું. કેપ્ટને કહ્યું હતું કે, આ અમારા માટે ગર્વની વાત છે. લોકોએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા.

આ પણ વાંચોઃ ગુજરાતના આ શહેરમાં ભગવાન રામનો 30 ફૂટ મોટો પતંગ આકર્ષણનું કેન્દ્ર

Back to top button