ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા ભાજપ જિલ્લાકાર્યાલય ચડોતર ખાતે “ન્યુ કમલમ”માં પ્રથમવાર યોજાયો ધ્વજવંદન કાર્યક્રમ

Text To Speech

પાલનપુર : દેશના 74 માં પ્રજાસત્તાક દિન નિમિતે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા દ્વારા તાજેતરમાં નિર્માણ પામેલ “ન્યુ કમલમ” જિલ્લા કાર્યાલય ચડોતર ખાતે પ્રથમવાર જિલ્લા પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે બનાસકાંઠા ભાજપના જિલ્લા, તાલુકા અને શહેરના પદાધિકારીઓ સાથે કાર્યકર્તાઓની ઉપસ્થિતિ રહ્યા હતા.

પાલનપુર-humdekhengenews

બનાસકાંઠા જિલ્લા ભાજપ મિડીયા સેલના કન્વીનર રશ્મિકાંત મંડોરાએ જણાવ્યું હતું કે, પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી પ્રસંગે બોલતા જિલ્લા પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતનો ડંકો સમગ્ર વિશ્વમાં વાગી રહ્યો છે. ભારત દિન પ્રતિદિન વિકાસના નવા સોપાનો સર કરી રહ્યો છે. પ્રધાન મંત્રીએ કંડારેલી વિકાસ યાત્રાને આપણા ગુજરાતના મૃદુ, મક્કમ અને ઉર્જાવાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગળ વધારી રહ્યા છે. તેમના સબળ નેતૃત્વમાં ગુજરાત દેશ અને સમગ્ર વિશ્વમાં ઝળકી રહ્યું છે.

સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસના મંત્રથી ગામે ગામ વિકાસના કાર્યો ચાલી રહ્યા છે. ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈએ દેશની શાસન ધૂરા સાંભળ્યા બાદ ભારતને સૌ પ્રથમવાર જી 20 ની અધ્યક્ષતા મળી છે. વાઇબ્રન્ટ સહિતના કાર્યક્રમો થકી આજે ગુજરાત રોજગારી માટેનું હબ બન્યું છે. તેઓએ સુભાષચંદ્ર બોઝની 126 જન્મ જ્યંતી દેશભરમાં ઉજવી દેશની આઝાદીમાં તેમના યોગદાનને સન્માન આપ્યું છે.

આ પણ વાંચો : પાલનપુર : ડીસાના જુનાડીસા ગામે બકરીનું દૂધ આપવા મામલે અજાણતા હત્યા થઈ

Back to top button