બનાસકાંઠામાં પ્રથમ ઈવી ચાર્જિંગ સ્ટેશન ખુલ્લુ મુકાયું
પાલનપુર: બનાસકાંઠામાં સૌપ્રથમવાર ડીસા ખાતે ઇવી ચાર્જિંગ સ્ટેશનની શરૂઆત કરવામાં આવી છે ડીસામાં ધારાસભ્ય પ્રવિણ માળીના હસ્તે ઇવી ચાર્જિંગ સ્ટેશન નો શુભારંભ કરાવ્યો હતો.
ટેકનોલોજીના સમયમાં ઝડપથી લોકોની જરૂરિયાત ના સાધનો માં પરિવર્તન આવી રહ્યો છે તેમાં ય ઇંધણની બાબતમાં તો હવે દેશ અને દુનિયા માત્ર પેટ્રોલ ડીઝલ પર નિર્ભરના રહેતા ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ નો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ડીસા ખાતે પણ સૌ પ્રથમ ઈવી ચાર્જિંગ સ્ટેશનની શરૂઆત કરવામાં આવી હતી.
બનાસકુલ પાસે આવેલા બહુચર પેટ્રોલિયમ ખાતે ધારાસભ્ય પ્રવિણ માળી ના હસ્તે ઇવી ચાર્જિંગ સ્ટેશન નો વારંવાર કરવામાં આવ્યો હતો. આ અંગે પ્રવિણ માળીએ જણાવ્યું હતું કે સરકારે આગામી સમયમાં દર ચાર કિલોમીટર એક ઇવી સ્ટેશન ઊભું કરવા નું આયોજન કર્યું છે. ત્યારે લોકોએ ફોસીવ ઓઇલ નો ઉપયોગ ઓછો કરે અને કાર્બન ઉત્સર્જન ઓછો કરી દેશના હિતમાં અને પર્યાવરણના ફાયદા માટે ઇલેક્ટ્રીક વાહનોનો વધુ ઉપયોગ કરે તેવી અપીલ કરી હતી.
આ પણ વાંચો :રખડતા ઢોર બાદ હવે કૂતરાઓનો આંતક, શેરીમાં રમતી બાળકી પર કર્યો હુમલો જુઓ વીડિયો