H3N2 વાયરસથી આ રાજ્યમાં થયું પ્રથમ મૃત્યુ, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય સતર્ક
દેશમાં કોરોના મહામારીના પડઘા માંડ શાંત થયા છે ત્યાર H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસે એક જોખમ ઉભું કર્યું છે. દેશમાં આજે બધે જ H3N2 વાયરસને લીધે તાવ, શરદી અને ઉધરસમાં સતત વધારો થયો છે ત્યારે દેશમાં H3N2 ઈન્ફલ્યુએન્ઝાનું જોખમ વધી ગયું છે. શુક્રવારે આ વાયરસથી પ્રથમ મૃત્યુની પુષ્ટિ થઈ હતી. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, બે લોકોએ જીવ ગુમાવ્યો છે. કર્ણાટક અને હરિયાણામાં એક-એક વ્યક્તિનું મોત થયું છે.
મંત્રાલયે કહ્યું કે તે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પર સંકલિત રોગ સર્વેલન્સ પ્રોગ્રામ દ્વારા H3N2 ઈન્ફલ્યુએન્ઝા પર બાજ નજર રાખવામાં આવી રહી છે. વધુમાં મંત્રાલયે કહ્યું, ‘માર્ચના અંત સુધીમાં મોસમી ઈન્ફલ્યુએન્ઝાના કેસમાં ઘટાડો થવાની શક્યતા છે. નાના બાળકો, બીજી બિમારીથી પીડિત, વૃદ્ધ વ્યક્તિઓને મોસમી ઈન્ફલ્યુએન્ઝાનું વધુ જોખમ રહેલુ છે કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે.
આ પણ વાંચો : H3N2 વાયરસ પર કેન્દ્ર સરકાર એલર્ટ, આવતીકાલે નીતિ આયોગની બેઠક
H3N2 વાયરસથી પ્રથમ મૃત્યુ
H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસથી મૃત્યુનો પહેલો કેસ કર્ણાટકના હાસન જિલ્લામાં આવ્યો હતો. હાસનના જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે 1 માર્ચે 82 વર્ષીય હીરે ગૌડાનું H3N2 વાયરસથી મૃત્યુ થયું હતું. ગૌડા(82)ની 1 માર્ચના રોજ H3N2 વાયરસથી મૃત્યુ થયું હતું. આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે ગૌડાને ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હતી. તેને 24 ફેબ્રુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને 1 માર્ચના રોજ તેનું મૃત્યુ થયું હતું. ટેસ્ટ માટે મોકલવામાં આવેલા નમૂનાથી પુષ્ટિ થઇ હતી કે તે ‘H3N2’ થી સંક્રમિત હતો.
આ પણ વાંચો : સાવધાન : દેશભરમાં ‘H3N2’ ફ્લૂનો હાહાકાર, હળવાશથી ન લેતા, કોરોનાની જેમ જ…
બીજા એક કેસમાં હરિયાણામાં H3N2 વાયરસથી મૃત્યુ પામેલા 56 વર્ષીય વ્યક્તિને ફેફસાનું કેન્સર હતું. આ વર્ષે જાન્યુઆરીમાં H3N2ની ઓળખ કરવામાં આવી હતી. હરિયાણાના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું કે તે જિંદ જિલ્લાનો રહેવાસી હતો.
કર્ણાટકના આરોગ્ય મંત્રી કે. સુધાકરન કહ્યું કે ‘H3N2’ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને થોડા દિવસો પહેલા જ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. સુધાકરના જણાવ્યા મુજબ, કેન્દ્ર સરકારે તેની માર્ગદર્શિકામાં વિભાગને દર અઠવાડિયે 25 ટેસ્ટ કરવા અને સબ-પેટર્ન પર નજર રાખવા જણાવ્યું છે.
આ પણ વાંચો : દેશભરમાં તાવ અને ઉધરસનું ચલણ વધ્યું, ઝડપથી ફેલાઈ રહ્યો છે H3N2 વાયરસ, ICMR એ જાહેર કરી ગાઇડલાઇન
નિષ્ણાતોએ આવું કહ્યું
H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસ મુદ્દે ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના નિષ્ણાતોનું કહેવું છે કે ભારતમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી ઈન્ફલ્યુએન્ઝા Aના પેટા પ્રકાર ‘H3N2’ને કારણે તાવ સાથે સતત ઉધરસના વધતા જતા કેસ સામે આવી રહ્યા છે. હવામાન બદલાતા આવું થવું સામાન્ય છે.