અમદાવાદગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

કાશ્મીરમાં પકડાયા બાદ ઠગ કિરણ પટેલ વિરુદ્ધ ગુજરાતમાં નોંધાઈ પહેલી ફરિયાદ, પત્ની ભૂગર્ભમાં !

Text To Speech

બહુ ચર્ચિત મહાઠગ કિરણ પટેલની વધુ એક ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે કાશ્મીરમાંથી પકડાયા બાદ મહાઠગ કિરણ પટેલ વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદમાં ઠગ કિરણ પટેલ અને પત્ની માલિની પટેલ વિરુદ્ધ છેતરપીંડીનો આરોપ છે.

કિરણ પટેલ વિરુદ્ધ ગુજરાતમાં નોંધાઈ ફરિયાદ

ગુજરાતના મહાઠગ કિરણ પટેલની ધરપકડ બાદ તેને લઈને એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. ત્યારે કાશ્મીરમાંથી પકડાયા બાદ મહાઠગ કિરણ પટેલ વિરુદ્ધ ગુજરાતમાં પહેલી ફરિયાદ નોંધવામાં આવી છે. કિરણ પટેલ વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

રીનોવેશન માટે લીધે લીધેલ બંગલા પર કબજો મેળવવાનો પ્રયાસ

વાત જાણે એમ છે કે કિરણ પટેલે વર્ષ 2022 એપ્રિલ મહિનામાં સિંધુ ભવન રોડ પર એક બંગલાના રીનોવેશન કામ લીધું હતું. ત્યારે ઠગ કિરણ પટેલે આબંગલાના માલિકની નેમ પ્લેટ બદલીને પોતાનો બંગલો હોવાનું જણાવી વાસ્તુપૂજન કર્યું હતું, એટલુ જ નહીં પરંતુ પછીથી કિરણ પટેલે સિવિલ કોર્ટમાં ખોટો કેસ પણ દાખલ કર્યો હતો.

કિરણ પટેલ-humdekhengenews

કોર્ટમાં ખોટો કેસ દાખલ કર્યો

જાણકારી મુજબ સિંધુ ભવન રોડ પર આવેલ આ બંગલાના માલિક જગદીશ ચાવડાએ ઠગ કિરણ પટેલને 35 લાખમાં રીનોવેશન કામ સોપ્યું હતું.ત્યારે કિરણ પટેલે આ બંગલાનું કામપુરુ કરી બંગલાની માલિકી લેવા પૂજા કરતા ફોટો મૂકી કોર્ટમાં ખોટો કેસ પણ દાખલ કર્યો હતો. અને આ કેસને દબાવવા માટે કિરણ પટેલે તેના માણસો મોકલીને લાખો રુપિયાની માંગણી કરી હતી.

કિરણ પટેલની પત્ની ભૂગર્ભમાં

આ અંગે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા જ ઠગ કિરણની પત્ની માલિની ભૂગર્ભમાં ઉતરી ગઈ છે. તેમને જણાવી દઈએ કે ઠગ કિરણ પટેલ વિરુદ્ધ ગુજરાતમાં ચોથી ફરિયાદ દાખલ થઈ છે.પરંતુ કાશ્મીરમાં પકડાયા બાદ કિરણ પટેલ વિરુદ્ધ આ સૌ પ્રથમ ફરિયાદ નોંધાઈ છે.

કિરણ પટેલ વિરુદ્ધ ગુજરાતમાં ચોથી ફરિયાદ

ઉલ્લેખનીય છે કે,મહાઠગ કિરણ પટેલ વિરુદ્ધ ગુજરાતમાં ચોથી ફરિયાદ દાખલ થઈ છે.પરંતુ કાશ્મીરમાં પકડાયા બાદ કિરણ પટેલ સામેની આ સૌ પ્રથમ ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પણ વાંચો : અમદાવાદીઓની પાર્કિંગ સમસ્યાનો અંત આવશે, AMCએ બનાવ્યો માસ્ટર પ્લાન

Back to top button