ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મધ્યપ્રદેશમાં નવા ફોજદારી કાયદા હેઠળ નોંધાયો પહેલો કેસ, જાણો સમગ્ર મામલો

Text To Speech
  • દેશમાં નવા કાયદા 1 જુલાઈ, 2024થી એટલે કે આજથી અમલમાં આવ્યા

મધ્ય પ્રદેશ, 1 જુલાઇ: ભારતમાં બ્રિટિશ યુગના કાયદાનો આખરે અંત આવ્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે, દેશમાં હવે ભારતીય દંડ સંહિતાનું સ્થાન ભારતીય ન્યાયિક સંહિતા દ્વારા લેવામાં આવ્યું છે. દેશમાં નવા કાયદા 1 જુલાઈ, 2024થી એટલે કે આજથી અમલમાં આવ્યા છે. હવે આ નવા કાયદા હેઠળ મધ્યપ્રદેશના ભોપાલમાં પહેલો કેસ નોંધવામાં આવ્યો છે.

ભોપાલમાં પહેલો કેસ

હકીકતમાં, મધ્યપ્રદેશમાં નવા કાયદા હેઠળ રાજ્યનો કદાચ પહેલો કેસ નોંધવામાં આવ્યો છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના નિશાતપુરા પોલીસ સ્ટેશનમાં 12.05 વાગ્યે હુમલો, દુર્વ્યવહાર અને આગચંપીનો કેસ નોંધાયો હતો. આ કેસમાં નવા કાયદા હેઠળ 12:20 વાગ્યે FIR નોંધવામાં આવી છે.

શું બદલાવ આવ્યો?

ભારતીય દંડ સંહિતા IPC હેઠળ, 1 જુલાઈ, 2024 પહેલા, મારામારી માટે કલમ 323, અભદ્ર વર્તન માટે કલમ 294 અને અડચણ માટે કલમ 327 હતી. જ્યારે હવે ભારતીય ન્યાયિક સંહિતા (BNS) હેઠળ મારામારીની કલમ 115, અભદ્ર વર્તનની કલમ 296 અને અડચણની કલમ 119 છે.

નવા કાયદા માટે પોલીસ તૈયાર

માહિતી અનુસાર, આરોપીઓએ નિશાતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 12:00 વાગ્યે ફરિયાદી ભૈરવ સાહુ સાથે મારામારી, દુર્વ્યવહાર કર્યો અને અડચણ ઊભી કરી, જેના કારણે પોલીસે નવા કાયદા હેઠળ કેસ નોંધ્યો. સંપૂર્ણ માહિતી આપતા પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે, પોલીસે મધ્યપ્રદેશમાં નવો કાયદોની તૈયારી કરી છે.

આ પણ જુઓ: NEET-UG પરીક્ષા પ્રકરણમાં ગોધરાની જલારામ શાળાના માલિકની ધરપકડ

Back to top button