ગુજરાતના વધુ એક જિલ્લામાં નોંધાયો H3N2નો પ્રથમ કેસ
દેશના ઘણા રાજ્યોમાં H3N2 વાયરસનો ખતરો વધી ગયો છે. ધીરે ધીરે આ વાયરસ અનેક રાજ્યોને ઝપેટમાં લઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ આ વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે. ત્યારે ગુજરાતમાં ગઈ કાલે વધુ એક H3N2નો કેસ નોંધાયો હતો. જેને લઈને તંત્ર દોડધામ મચી જવા પામી છે.
આણંદમાં H3N2નો પ્રથમ કેસ નોંધાયો
જાણકારી મુજબ આણંદ જિલ્લામાં H3N2નો પ્રથમ કેસ નોંધાયો છે.આણંદમાં રહેતા 65 વર્ષીય મહિલા H3N2 વાયરસની ઝપેટમાં આવી ગયા છે. ત્યારે જિલ્લામાં H3N2 વાયરસનો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર પણ સતર્ક થઈ ગયું છે.
સંક્રમિત દર્દીને હાલ સારવાર હેઠળ
કોરોનાના વધતા જતા કેસો વચ્ચે આણંદમાં H3N2નો સૌપ્રથમ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. અને સંક્રમિત દર્દીને હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાનું આરોગ્ય વિભાગ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યુ છે. તેમજ સંક્રમિત દર્દીના પરિવારજનોના ટેસ્ટ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : અમદાવાદની કાલુપુર પબ્લિક સ્કૂલ બંધ કરવાનો નિર્ણય,વાલીઓમાં રોષ, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના તંત્ર પર આક્ષેપ