INS વિક્રમાદિત્ય પર અગ્નિવીરની પ્રથમ બેચ પહોંચી, મહિલાઓ બનશે દરિયાઈ યોદ્ધા
આ દિવસ ભારતીય નૌકાદળ તેમજ અગ્નિવીર માટે ખાસ અને ઐતિહાસિક હતો. મહિલા અગ્નિવીરોની પ્રથમ બેચ INS વિક્રમાદિત્ય પહોંચી ગઈ છે. આ જાણકારી INS વિક્રમાદિત્યના ટ્વિટર હેન્ડલ દ્વારા સામે આવી છે.
First batch of #Agniveers #WomenAgniveers arrive on board #INSVikramaditya. As they prepare mentally & physically for life at sea, they are active, enthusiastic & eager to learn the ropes.Stay tuned to follow their journey as they gain their sea legs & become future #SeaWarriors pic.twitter.com/bqvPgKw0ar
— INSVikramaditya (@IN_Vikramaditya) April 4, 2023
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે, “અગ્નવીર, મહિલા અગ્નિવીરોની પ્રથમ બેચ INS વિક્રમાદિત્ય પહોંચી ગઈ છે. કેમ કે આ અગ્નિવીર દરિયામાં જીવન જીવવા માટે માનસિક અને શારીરિક રીતે તૈયાર છે. તેઓ એક્ટિવ, ઉત્સાહી અને જિજ્ઞાસુ છે. તેની યાત્રાને અનુસરવા માટે જોડાયેલા રહો. તે દરિયાઈ યોદ્ધા બનવા તૈયાર છે.
#WATCH | The first batch of Agniveers, Women Agniveers arrive on board INS Vikramaditya.
(Video: INS Vikramaditya Twitter account) pic.twitter.com/kB7Av4gc6f
— ANI (@ANI) April 4, 2023
પાસિંગ આઉટ પરેડનું આયોજન
ઓડિશામાં ભારતીય નૌકાદળના INS-ચિલ્કા પર બે હજારથી વધુ અગ્નિવીરોની પાસિંગ આઉટ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. પરેડમાં પાસ થનારાઓમાં 200થી વધુ મહિલા અગ્નિવીર પણ છે. પાસિંગ આઉટ પરેડ દરમિયાન નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમારે તમામ અગ્નિવીરોને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે, “હું તમને (અગ્નિવીરોને) ખાતરી આપું છું કે તમે જ્યાં પણ જશો, તમે જીવનમાં કોઈપણ પડકારનો સામનો કરવા માટે આત્મવિશ્વાસ અને પ્રેરણા સાથે લઈ જશો.” સાથે સંપૂર્ણપણે તૈયાર રહો.” આ દરમિયાન રાજ્યસભા સાંસદ પીટી ઉષા અને ક્રિકેટર મિતાલી રાજ પણ આ ઐતિહાસિક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.