હિંદુ નવવર્ષની પહેલી અમાસઃ આ ભુલો ભુલેચુકે ન કરતા
- અમાસની તિથિ પિતૃઓને સમર્પિત હોય છે.
- આ દિવસે માંગલિક કાર્યો કે શુભ કામ કરાતા નથી.
- આ અમાસના દિવસે વર્ષનું પહેલુ સુર્યગ્રહણ પણ છે
20 એપ્રિલ 2023ના રોજ હિંદુ નવવર્ષની પહેલી અમાસ છે. આ દિવસને ચૈત્રી અમાસ કહેવામાં આવે છે. આ દિવસે કેટલાક ખાસ કામ કરવાથી ભાગ્ય જાગી જાય છે. અમાસની તિથિ પિતૃઓને સમર્પિત હોય છે. આ દિવસે પુર્વજોને યાદ કરવામાં આવે છે અને ધર્મ-કર્મ માટે કામ કરવામાં આવે છે. આ દિવસે માંગલિક કાર્યો કે શુભ કામ કરાતા નથી. નવા કામની શરૂઆત પણ આ દિવસે કરવામાં આવતી નથી. જો કરાય તો તે કામ સફળ રહેતા નથી. આ દિવસે અડદ કે તેમાંથી બનેલી કોઇ વસ્તુ ખાવામાં આવતી નથી.
સુર્યગ્રહણ પણ આ દિવસે
આ અમાસના દિવસે વર્ષનું પહેલુ સુર્યગ્રહણ પણ છે, એ વાત અલગ છે કે તે ભારતમાં દેખાવાનું નથી, પરંતુ ગ્રહણના સમયગાળામાં પીપળો અને તુલસીની પુજા ન કરશો. ગ્રહણ બાદ સાંજે પીપળામાં દીપક લગાવીને શનિ ચાલીસાનો પાઠ કરો. આમ કરવાથી મહાદશામાં કમી આવે છે.
અમાસના દિવસે પાણીમાં તલ નાંખીને સ્નાન કરવાથી શનિના દોષોમાંથી મુક્તિ મળે છે. અમાસ પર મદિરા પાન, માંસાહાર ભોજન ન કરો. પુરાણોમાં કહેવાયુ છે કે આ દિવસે આ કામ કરનારી વ્યક્તિ દેવાદાર બને છે.
ચૈત્ર અમાવસ્યાનો શુભ સમય
પંચાંગ અનુસાર, ચૈત્ર મહિનાની અમાવાસ્યા 19 એપ્રિલ, 2023ના રોજ સવારે 11:23 વાગ્યાથી શરૂ થશે અને 20 એપ્રિલ, 2023ના રોજ સવારે 09:41 વાગ્યે સમાપ્ત થશે. આ રીતે સ્નાન-દાન અને જાપ માટે મહત્વની ગણાતી ચૈત્ર અમાવસ્યા 20 એપ્રિલ, 2023ને ગુરુવારે આવશે.
આ પણ વાંચોઃ ભારતની આ જગ્યાઓ પર ગમે ત્યારે મળશે ફોરેનર્સઃ એક્સપ્લોરિંગ માટે બેસ્ટ