1 જાન્યુઆરીથી ભીખ આપનારાઓ સામે પણ નોંધાશે FIR, જાણો ક્યાં લાગુ થશે આ કાયદો?
નવી દિલ્હી, 16 ડિસેમ્બર:મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં વહીવટીતંત્ર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. સોમવારે શહેરના એક ટોચના અધિકારીએ માહિતી આપી હતી કે 1 જાન્યુઆરી, 2025થી ઈન્દોરમાં ભિખારીઓને ભીખ આપનારા લોકો સામે પણ એફઆઈઆર દાખલ કરવામાં આવશે. ઇન્દોરને ભિખારીથી મુક્ત કરવાના લક્ષ્યને હાંસલ કરવાના તેના પ્રયાસોના ભાગરૂપે વહીવટીતંત્રે આ નિર્ણય લીધો છે. ચાલો આ નિર્ણય વિશે વિગતવાર જાણીએ.
1 જાન્યુઆરીથી ઈન્દોર શહેરમાં ભીખ આપનારા લોકો સામે પણ FIR દાખલ કરવામાં આવશે. ઇન્દોરના જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ સિંહે જણાવ્યું હતું કે, “ભીખ માંગવા સામે અમારું જાગૃતિ અભિયાન આ મહિનાના અંત સુધી (ડિસેમ્બર) શહેરમાં ચાલશે. 1 જાન્યુઆરીથી, જો કોઈ વ્યક્તિ ભીખ આપતો જોવા મળશે, તો તેની સામે પણ એફઆઈઆર દાખલ કરવામાં આવશે.”
ઇન્દોરના જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ સિંહે કહ્યું છે કે વહીવટીતંત્રએ શહેરમાં ભીખ માંગવા પર પ્રતિબંધ મૂકતો આદેશ પહેલેથી જ જારી કરી દીધો છે. તેમણે કહ્યું, “હું ઇન્દોરના તમામ લોકોને અપીલ કરું છું કે તેઓ લોકોને ભીખ આપવાના પાપમાં ભાગીદાર ન બને.”
ઇન્દોરના જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું છે કે વહીવટીતંત્રે ભીખ માંગવામાં સામેલ ઘણા લોકોનું પુનર્વસન કર્યું છે. કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ અંતર્ગત દેશના 10 શહેરોને ભિખારી મુક્ત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમાં ઈન્દોરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો :સોના-ચાંદીના ભાવમાં આજે જોરદાર ઘટાડો, જાણો તમારા શહેરમાં ભાવ
Investment Tips/ પગાર ગમે તેટલો હોય, આ રીતે બનાવો બજેટ, નહિ પડે પૈસાની તંગી
7 રૂપિયાનો સ્ટોક, એક વર્ષમાં આપ્યું 1700% નું જબરદસ્ત વળતર
શ્રીમંત’ ખાનગી કંપનીઓ, પગાર વધારવામાં ‘ગરીબ’, ચોંકાવનારું સત્ય આવ્યું સામે
આ પણ વાંચો : HDFC બેંકે કરોડો ગ્રાહકોને આપ્યા સારા સમાચાર! FD પર વધાર્યું વ્યાજ, જાણો હવે એક વર્ષની FD પર કેટલું વ્યાજ મળશે?
Personal Loan લેવી છે, Online કે પછી બેંકમાંથી,જાણો કઈ સસ્તી પડશે?
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં