ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

લાભાર્થી તરીકે તમને બેંકને પડકારવાનો અધિકાર નથીઃ સુપ્રીમ કોર્ટનો અત્યંત મહત્ત્વપૂર્ણ ચુકાદો

નવી દિલ્હી, 01 માર્ચ 2025: સુપ્રીમ કોર્ટે શુક્રવારે પોતાના એક મહત્ત્વના ચુકાદામાં કહ્યું કે, જે સંસ્થાઓએ લાભ કમાવવા માટે બેન્કોમાંથી બિઝનેસ લોન લીધી છે, તેઓ ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 અંતર્ગત ગ્રાહક તરીકે બેન્ક વિરુદ્ધ કન્ઝ્યૂમર ફોરમમાં જઈ શકે નહીં. સેન્ટ્રલ બેન્ક ઓફ ઈંડિયા વિરુદ્ધ એડ બ્યૂરો એડવરટાઈઝિંગ પ્રાઈવેટ લિમિટેડના વિવાદની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બેન્કમાંથી બિઝનેસ લોન લેનારી સંસ્થા ગ્રાહક નહીં પણ લાભાર્થી કહેવાશે અને તે ગ્રાહક કહેવાશે નહીં. એટલા માટે આવી સંસ્થાઓ ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 અંતર્ગત કન્ઝ્યૂમર ફોરમમાં જઈ શકે નહીં.

બાર એન્ડ બેન્ચના રિપોર્ટ અનુસાર, જસ્ટિસ સુધાંશુ ધૂલિયા અને જસ્ટિસ પ્રાશંત કુમાર મિશ્રાની પીઠે કહ્યું કે, અમે એવા તારણ પર પહોંચ્યા છીએ કે, આ મામલામાં પ્રતિવાદી એડ બ્યૂરો એડવરટાઈઝિંગ પ્રાઈવેટ લિમિટેડને ગ્રાહક કહી શકાય નહીં. કારણ કે તેણે બેન્કમાંથી પ્રોજેક્ટ લોન લઈને લાભ લીદો છે અને તેની ગતિવિધિઓ આ લેવડ દેવડમાં લાભ કમાવાની રહી છે. કોર્ટે કહ્યું કે, વાસ્તવિક રીતે આ પ્રોજેક્ટ લોન દ્વારા કંપનીનો ઉદ્દેશ્ય કોચાઈદયાં ફિલ્મને સફળ પોસ્ટ પ્રોડક્શન પર લાભ કમાવાનો હતો.

હકીકતમાં જોઈએ તો, 2014માં સેન્ટ્રલ બેન્ક ઓફ ઈંડિયાએ એડ બ્યૂરો એડવરટાઈઝિંગ પ્રાઈવેટ લિમિટેડને 10 કરોડ રુપિયાની પ્રોજેક્ટ લોન આપી હતી. આ લોન ખ્યાતનામ અભિનેતા રજિકાંત અભિનયવાળી ફિલ્મ કોચાઈદયાના પોસ્ટ પ્રોડક્શન માટે હતી. જેના બદલામાં એક સંપત્તિને ગિરવે રાખવામાં આવી હતી. બાદમાં કંપની સમય પર લોન ચુકવી શકી નહીં, તેના કારણે બેન્કે 2015માં કંપનીના લોન ખાતાને NPA ઘોષિત કરી દીધું. ત્યારબાદ બેંકે સિક્યોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (SARFAESI) એક્ટ અને રિકવરી ઓફ ડેટ્સ ડ્યુ ટુ બેંક્સ એન્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ (RDDBFI) એક્ટ હેઠળ વસૂલાતની કાર્યવાહી શરૂ કરી અને આખરે કંપની સાથે રૂ. 3.56 કરોડનું એક વખતનું સમાધાન થયું.

આ સમાધાન બાદ, બેન્કે ક્રેડિટ ઈન્ફોર્મેશન બ્યૂરો ઓફ ઈંડિયા લિમિટેડને મેસર્સ એડ બ્યૂરોને ખોટી રીતે ડિફોલ્ટર તરીકે રિપોર્ટ કર્યું, જેનાથી કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું અને નાણાકીય નુકસાન પણ થયું. આ કારણે, કંપની એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સાથેની જાહેરાત ટેન્ડર હારી ગઈ કારણ કે કંપની ડિફોલ્ટર હોવાથી બેંક ગેરંટી રજૂ કરી શકી ન હતી.

આનાથી નારાજ થઈને, એડ બ્યુરો એડવર્ટાઇઝિંગ પ્રાઇવેટ લિમિટેડે રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં ફરિયાદ નોંધાવી, જેમાં બેંક દ્વારા સેવામાં ખામી અને અન્યાયી વેપાર પ્રથાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ૩૦ ઓગસ્ટ, ૨૦૨૩ ના રોજના તેના આદેશમાં, ગ્રાહક ફોરમે કંપનીની તરફેણમાં ચુકાદો આપ્યો, બેંકને ૭૫ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા, નો-ડ્યુઝ સર્ટિફિકેટ જારી કરવા અને CIBIL ને તેની રિપોર્ટિંગ સુધારવાનો નિર્દેશ આપ્યો હતો. બેંકને મુકદ્દમા ખર્ચ તરીકે 20,000 રૂપિયા ચૂકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો.

બેંકે આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો, એવી દલીલ કરી કે જાહેરાત બ્યુરો ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ ‘ગ્રાહક’ ની શ્રેણીમાં આવતા નથી કારણ કે લોન વાણિજ્યિક હેતુ માટે લેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ દલીલ સ્વીકારી અને કહ્યું કે કંપની લાભાર્થી છે, ગ્રાહક નહીં. તેથી તેને ગ્રાહક ફોરમમાં જવાનો કોઈ અધિકાર નથી.

આ પણ વાંચો: IND vs NZ, Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમ માટે માથાનો દુખાવો છે આ ટીમ, અત્યાર સુધી નથી હરાવી શક્યા

Back to top button