

ગાંધીનગરમાં બીજ નિગમની કચેરીની બહાર ફાયરિંગ થયાની ઘટના બની છે. જેમાં એક વ્યકિતનું મોત થયાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ બનાવ સ્થળે પહોંચી ગઈ છે અને આ મામલે તપાસ હાથ ધરી છે.
ફાયરિંગમાં એકનું મોત
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ફાયરિંગમાં ઈન્દ્રોડા ગામના કિરણ ઠાકોર નામના વ્યકિતનું મોત થયું છે. મૃતક ગૃહ વિભાગમાં રોજમદાર તરીકે પ્યૂનની નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. પલ્સર ગાડી પર આવેલા બે લોકો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. હાલમાં પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે આરોપીને પકડવા માટેની કાર્યવાહી તેજ કરી છે