સાબરકાંઠા: પોશીનામાં પોલીસકર્મી પર ફાયરિંગની ઘટના સામે આવી છે. પોશીનાના ગૌરી ગામે ૩ પોલીસકર્મી પર ફાયરીંગ કરવામાં આવ્યું છે. પોશીનાના ગૌરી ગામે ૩ પોલીસકર્મી પર ફાયરીંગ કરવામાં આવ્યું છે. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પોશીનાના કાલીકંકરનાં ગૌરી ફળોમાં કાર્યવાહી કરવા ગયેલ પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે. ગૌરી ગામે રેડ કરવા ગયેલ પોલીસ પર પહેલાથી જ સંતાડેલ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે.
દેશી બંદૂક વડે ફાયરીંગ કરતા એક પોલીસ કર્મીને પગમાં ઈજા પહોંચી જ્યારે અન્ય બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. હાલમાં ઘાયલ પોલીસ કર્મીઓને હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા છે. ઘટનાની ગંભીરતાને લઈને એલસીબી, એસઓજી ઘટના સ્થળે જવા રવાના થઈ છે. આ ઉપરાંત સ્થાનિક પોલીસ સહિત આજુબાજુની પોલીસને ખડકી દેવામાં આવી છે. આરોપીએ જાણો પોલીસને ખુલો પડકાર ફેંક્યો હોય તેમ હુમલો કર્યો છે.
હાલમાં ઘાયલ પોલીસ કર્મીઓને હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને લઈને એલસીબી, એસઓજી ઘટના સ્થળે જવા રવાના થઈ છે. આ ઉપરાંત સ્થાનિક પોલીસ સહિત આજુબાજુની પોલીસને ખડકી દેવામાં આવી છે.
સાબરકાંઠાના પોલીસ વડા વાઘેલાએ આ અંગે જણાવ્યું હતુ કે, ગેરકાયદેસર હથિયાર અંગેની પોલીસને બાતમી મળી હતી. જેથી પોલીસ કર્મીઓ ત્યાં રેઇડ કરવા ગયા હતા. જ્યાં પોલીસ કર્મીઓ પર છરાવાળી જે પિસ્તોલ આવે છે તેનાથી કર્મીઓ પર હુમલો થયો હતો. આ સાથે અન્ય લોકોનું ટોળું પણ ત્યાં આવી ગયુ હતું અને પથ્થરમારો કર્યો હતો. જેમાં પણ પોલીસ કર્મીઓને ઇજા પહોંચી છે.
નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયમાં પોલીસ પર હુમલાના બનાવ વધતા જઈ રહ્યા છે તેવામાં ગઈકાલે વધુ એક બનાવથી પોલીસને વધુ સતર્કતાથી કાર્ય કરવાની જરૂર છે. આ અગાઉ પણ પોલીસ પર હુમલાઓ કરવામાં આવ્યા છે. લુખ્ખા અને આવારા તત્વોને જાણે પોલીસથી ડર નથી એ રીતે છાસવારે પોલીસ પર હુમલા કરવામાં આવી રહ્યા છે. આ મામલે પોલીસ ઝડપી તપાસ કરીને આરોપીને પકડવાની કાર્યવાહી માટે ચક્રો ગતિમાન કર્યા છે.