ટ્રેન્ડિંગનેશનલ

રાજસ્થાનઃ અલવરમાં ફાયરિંગ, હોટલ માલિક પાસે 50 લાખ ખંડણી માંગી

Text To Speech
  • આરોપીઓએ ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતા
  • ગોળીબાર થવાના કારણે લોકોમાં અફરાતફરી મચી
  • શહેર અને બોર્ડર પર નાકાબંધી કરવામાં આવી

જયપુર, 29 ઑક્ટોબરઃ અલવરમાં બદમાશો દ્વારા હોટલ માલિક પાસે 50 લાખની ખંડણી માંગીને તેના પર ફાયરિંગ કર્યું હોવાની ઘટના બની છે. આરોપીઓ ફાયરિંગ કરીને ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. આ ઘટનાની માહિતી મળતા જ અલવર પોલીસે શહેરમાં નાકાબંધી કરાવી દીધી હતી. વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે બનેલી આ  ઘટના બાદ શહેરમાં ભયનો માહોલ ઊભો થયો છે. અલવરના એસપી આનંદ શર્મા ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.

ગાર્ડને પણ ઘાયલ કર્યો

ઘટના સ્થળે બે આરોપીઓ બેફામ ગોળીઓ ચલાવવા લાગ્યા હતા. સિક્યોરીટી ગાર્ડે વિરોધ કરતા તેના માથામાં બંદૂકનો બટ મારીને તેને પણ ઘાયલ કર્યો હતો. આરોપીઓએ ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતા. ઘટના સમયે એક આરોપીએ હેલમેટ પહેર્યું હતું જ્યારે બીજાનો ચેહરો સાફ જોઇ શકાતો હતો. ઘટનાસ્થળે ઘણા લોકો હાજર હતા. અચાનક ગોળીબાર થવાના કારણે લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.

ફાયરિંગ કર્યા બાદ ચિઠ્ઠી ફેંકીને ગયા

ફાયરિંગ અટક્યા બાદ બંને આરોપીઓ એક ચિઠ્ઠી ફેંકીને ગયા હતા અને કહ્યું હતું કે, 50 લાખ આપી દેજો નહિતર કંઈ પણ થઈ શકે છે. ચિઠ્ઠીમાં ગોગી ગેંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં અંકેશ, લાકરા, રવિ જાકસી, મંજીત નેહરા લખેલું છે. આરોપીઓ દીવાળી અને વિધાનસભાની ચૂંટણી પૂર્વે દહેશત ફેલાવવા માંગતા હતા જેના કારણે આ ઘટનાને અંજામ આપ્યો હતો.

ઘટના સીસીટીવીમાં કેદ

આરોપીઓ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગની ઘટના હોટલની બહાર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. તેમાં જોઇ શકાય છે કે બંને આરોપી હોટલની બહાર આવીને ઊભા રહે છે અને બંદૂકથી ત્રણ રાઇન્ડ ફાયર કરે છે. ઘટનાની માહિતી મળતા અલવરના એસપી તથા ધારાસભ્ય સંજય શર્માં ઘટનાસ્થળે પહોંચ્યા હતા. એસપી આનંદ શર્માંએ જણાવ્યું હતું કે, બે બદમાશોએ શહેરના ટેલ્કો ચાર રસ્તા પર આવેલી હોટલ રાવ ઉપર ત્રણ બદમાશોએ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક ગોળી દરવાજા પાસે લાગેલા અરીસામાં લાગી છે. આરોપીની શોધખોળ ચાલુ છે. શહેર અને બોર્ડર પર નાકાબંધી કરવામાં આવી છે.

આ પણ વાંચો, અમદાવાદ: દરોડામાં નકલી એન્ટિબાયોટિક દવાઓ બનાવવાના કૌભાંડમાં થયો મોટો ખુલાસો

Back to top button