ટોપ ન્યૂઝનેશનલ

breaking news : જયપુર-મુંબઈ પેસેન્જર ટ્રેનમાં ફાયરિંગ, પોલીસકર્મી સહિત 4 લોકોના મોત

Text To Speech

મહારાષ્ટ્રના પાલઘરથી મોટા સમાચાર આવી રહ્યા છે. જયપુર-મુંબઈ પેસેન્જર ટ્રેનમાં ફાયરિંગમાં ચાર લોકોના મોત નિપજ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. ફાયરિંગની આ ઘટનામાં 4 લોકોના મોત  નિપજ્યાં છે. મૃતકોમાં RPF ASI અને અન્ય ત્રણ મુસાફરો સામેલ હોવાની માહિતી મળી રહી છે.

 ટ્રેનમાં RPF કોન્સ્ટેબલે ગોળીબાર કર્યો

જયપુર-મુંબઈ પેસેન્જર ટ્રેનમાં એક RPF કોન્સ્ટેબલે અંધાધૂંધ ગોળીબાર કર્યો હોવાની ઘટના સામે આવી છે. આરપીએફના કોન્સ્ટેબલ ચેતને તમામને ગોળી મારી દીધી હોવાનું કહેવામા આવી રહ્યું છે. ફાયરિંગની આ ઘટના વાપીથી બોરીવલી મીરા રોડ સ્ટેશન વચ્ચે બની હતી.આ ફાયરિંગ ટ્રેનના B5 કોચમાં થયું હતું. હાલમાં આરોપીની હથિયાર સાથે અટકાયત કરી લેવાઈ છે.

ઘટના બાદ આરોપી કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી

ફાયરિંગની આ ઘટનામાં કેટલાક મુસાફરો ઘાયલ થયા હોવાનું પણ કહેવાય છે. આ ઘટનામાં એક પોલીસકર્મીને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. અટકાયત કરાયેલ પોલીસકર્મી આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટરના રેન્ક પર પોસ્ટેડ છે. આ કેસમાં ચેતન નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાનું કહેવાય છે.

 આ પણ વાંચો : મિશન 2024 માટે NDA સાંસદોની આજે પ્રથમ બેઠક, PM મોદી આપશે વિજયનો મંત્ર

તપાસ ટીમે શરુ કરી તપાસ

આ ટ્રેન રાજસ્થાનથી મુંબઈ સેન્ટ્રલ આવી રહી હતી. ફાયરિંગની આ ઘટના કેવી રીતે અને શા માટે બની? તેની તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ ગોળીબાર સવારે લગભગ સાત વાગ્યાની આસપાસ થયો હતો. હાલમાં આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર આવી ગઈ છે. ઘટનાસ્થળે પહોંચેલી તપાસ ટીમે બોગીને સીલ કરી દીધી છે અને બોગીની અંદરથી ગુનાના પુરાવા કબજે કર્યા છે.

ASI સાથે અણબનાવની આશંકા

અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આરોપી કોન્સ્ટેબલ ચેતને તેના ઓફિસર એએસઆઈ ટીકારામ સાથે બોલાચાલી થઈ હતી, ત્યારબાદ મામલો હાથમાંથી નીકળી ગયો હતો અને તેણે તેના પર ગોળીબાર કર્યો હતો. આરોપી અહીંથી ન અટક્યો, તેણે નજીકના 3 મુસાફરો પર પણ ફાયરિંગ કર્યું. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના બાદ ટ્રેનના કોચમાં બાકીના મુસાફરો ખૂબ જ ડરીને પોતપોતાની જગ્યાએ બેસી રહ્યા.

 આ પણ વાંચો : ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની જાણો શું આગાહી કરી

Back to top button