કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

પોરબંદરમાં ચૂંટણી બંદોબસ્તમાં આવેલ IRB જવાનો વચ્ચે માથાકૂટમાં ફાયરીંગ, બેના મોત

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોરબંદર ખાતે માથાકૂટ જોવા મળી છે. અહીં બંદોબસ્ત માટે આવેલા આઈઆરબી જવાનો વચ્ચે કોઈ બાબતને લઈ તકરાર થતા તેમના વચ્ચે ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેના કારણે બે વ્યક્તિઓના મોત થયા હતા જ્યારે કે બેને ઈજા પહોંચી હતી.

Porbandar Firing Hum Dekhenege
Porbandar Firing Hum Dekhenege

નવી બંદર ખાતે સાયકલોન સેન્ટરમાં થઈ હતી માથાકૂટ

આ અંગે મળતી માહિતી મુજબ, પોરબંદરમાં ચૂંટણી બંદોબસ્ત માટે છેલ્લા કેટલાક દિવસથી સુરક્ષા સ્ટાફ જુદા જુદા શહેરમાં મુકવામાં આવ્યો છે. જેમાં આઈઆરબીનો કાફલો પોરબંદર ખાતે મોકલવામાં આવ્યો હતો. દરમિયાન આજે સાંજે નવી બંદર ખાતે સાયકલોન સેન્ટરમાં રહેલી આ બટાલિયનના જવાનો વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થઈ હતી. જે તકરારમાં સામસામે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગના બનાવોમાં એક જવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે કે ત્રણ ઘાયલ જવાનોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વધુ એક જવાનનું મોત થયું હતું.

Porbandar Firing Hum Dekhenege
Porbandar Firing Hum Dekhenege

મણિપુરની બટાલિયન હોવાનું સામે આવ્યું

આ ઘટનામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને વધુ તપાસ શરૂ કરી હતી દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ટીમ મણિપુરની છે અને ચૂંટણી બંદોબસ્ત માટે છેલ્લા અઠવાડિયાથી વધુ સમયથી અહીંયા રોકાઈ છે. તેવામાં આજે સાંજે કોઈ બાબતે તે ટીમના જવાનો વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થતા ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

Back to top button