પાકિસ્તાન બાદ ઈરાન પર તાલિબાને હુમલો કર્યો, એકનું મોત
HD ન્યુઝ ડેસ્કઃ પાણીના વિવાદને કારણે શનિવારે ઈરાન અને અફઘાનિસ્તાનના સુરક્ષા દળો વચ્ચે સરહદ પર ભીષણ ગોળીબાર થયો હતો. આ ફાયરિંગમાં ઘણા સૈનિકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પાકિસ્તાન પછી ઈરાન એવો બીજો પાડોશી દેશ છે જેની સાથે અફઘાનિસ્તાનમાં સત્તા પર રહેલા તાલિબાનોએ ગોળીબાર કર્યો છે. ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સી IRNAએ દેશના નાયબ પોલીસ વડા જનરલ કાસિમ રેઝાઈને ટાંકીને કહ્યું કે તાલિબાન તરફથી શનિવારે સરહદ પર ગોળીબાર શરૂ થયો.
એક વ્યક્તિનું મોત થયું: ઈરાનના અંગ્રેજી અખબાર તેહરાન ટાઈમ્સે માહિતી આપી છે કે ઈરાનના બોર્ડર સિક્યોરિટી ફોર્સના ત્રણ સૈનિકો ફાયરિંગમાં શહીદ થયા છે. અખબારે અહેવાલ આપ્યો છે કે અફઘાનિસ્તાન સાથેની ઈરાનની સરહદ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવી છે, જ્યારે અફઘાન ગૃહ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ નફી ટાકોરે ઈરાની દળો પર પહેલા ગોળીબાર કરવાનો આરોપ મૂક્યો હતો.