અમેરિકામાં ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા જોરદાર આતશબાજી, પરિવાર સાથે ટ્રમ્પ વોશિંગટન પહોંચ્યા
વોશિંગટન, 19 જાન્યુઆરી 2025: ટ્રમ્પ શનિવારે સાંજે પોતાની પત્ની મેલાનિયા અને દીકરા બૈરન સાથે વોશિંગટન પહોંચ્યા છે. તેમનું આ આગામ ચાર વર્ષ બાદ થયું છે, જ્યારે 2021માં તેમણે પોતાના સમર્થકો દ્વારા કેપિટલ હુમલા બાદ શહેર છોડ્યું હતું. તેઓ એરફોર્સના સ્પેશિયલ મિશન વિમાનથી ફ્લોરિડાથી વેસ્ટ પામ બીચથી વોશિંગટન પહોંચ્યા. તેમની આ યાત્રાનું વિમાન 47 હતું, જે તેમના રાષ્ટ્રપતિ બનવાના સંકેત રુપ હતું.
વોશિંગટન પહોંચ્યા બાદ ટ્રમ્પ અને તેમના સમર્થકોએ ટ્રમ્પ નેશનલ ગોલ્ફ ક્લબમાં આતશબાજીનો આનંદ લીધો. ઉદ્ધાટન સમારંભના મોટા ભાગના કાર્યક્રમો અંદર શિફ્ટ કરવા પડ્યા, કેમ કે તાપમાન ખૂબ જ ઠંડુ હતું. આ પહેલી વાર હશે, જ્યારે ઉદ્ધાટન સમારંભ કેપિટલ બિલ્ડિંગની અંદર થશે. જે 1985 બાદ નથી થયું. ટ્રમ્પે કહ્યું કે, અમે યોગ્ય નિર્ણય લીધો, હવે અમે ખૂબ જ આરામ અનુભવી રહ્યા છીએ.
🇺🇸TRUMP WATCHES FIREWORKS TO ‘GOD BLESS AMERICA’
Christopher Macchio delivered a powerful rendition of God Bless America as fireworks lit up the sky at Trump National Golf Club in Sterling, VA.
President Trump and First Lady Melania Trump stood in awe, soaking in the patriotic… https://t.co/LdqXPJc4dv pic.twitter.com/NQW1oE9c9Y
— Mario Nawfal (@MarioNawfal) January 19, 2025
શપથ ગ્રહણ સમારંભમાં આ લોકો સામેલ થશે
આ ઉદ્ધાટનમાં કૈરી અંડરવુડ, બિલી રે સાયરસ અને જેસન એલ્ડીન જેવા સંગીત કલાકારો પ્રદર્શન કરશે, આ ઉપરાંત અભિનેતા જોન વેઈટ અને રેસલર હલ્ક હોગન પણ કાર્યક્રમમાં જોડાશે. ટેક્નોલોજી ક્ષેત્રની ટોપ હસ્તીઓ જેમ કે એલોન મસ્ક, જેફ બેઝોસ, માર્ક ઝકરબર્ગ અને શૂ ઝી ચૂ પણ હાજર રહેશે.
શપથ પહેલા ટ્રમ્પ શું કરશે
ઉદ્ધાટન પહેલા ટ્રમ્પ રવિવારે આર્લિંગટન નેશનલ સિમેટ્રીમાં ફુલોની માળ અર્પણ કરી અને એક રેલીમાં ભાગ લીધો. ઉદ્ધાટન દિવસ પર તે પરંપરાગત પ્રાર્થના સેવામાં જોડાશે. બાદમાં વ્હાઈટ હાઉસમાં તત્કાલિકન રાષ્ટ્રપતિ અને ફર્સ્ટ લેડી સાથે ચા પીશે. ત્યાર બાદ સ્વેયરિંગ સેરેમની કેપિટલ રોટુંડામાં થશે.
આ પણ વાંચો: ક્યા ગુંડા બનેગા તું: પિસ્તોલ અને ચાકૂ લઈ બેન્ક લૂંટવા આવ્યા ચોર, ગાર્ડે મારી મારી ભૂત બનાવી દીધા