ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મોલમાં આગ લાગતાં દોડધામ મચી, સુરક્ષાકર્મીઓએ 700 લોકોનું કર્યું રેસ્કયૂ

Text To Speech

ગાઝિયાબાદ: ઈન્દિરાપુરમના આદિત્ય મોલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં ફાયર વિભાગના જવાનોએ મોલમાં હાજર 700 લોકોને બચાવ્યા હતા. મોલના પહેલાં માળે આગ ફાટી નીકળતા ચારેબાજુ દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે ત્યાં પહોંચી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પહેલા માળે લિફ્ટ સોફ્ટમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, જેના કારણે આખો મોલ ધુમાડાથી ભરાઈ ગયો હતો.

700 લોકોનો આબાદ બચાવ

ઈન્દિરાપુરમમાં આવેલા આદિત્ય મેગા મોલમાં આગ લાગતા ખળભળાટ મચી ગયો હતો. સ્થળ પર પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનોએ મોલમાં આવેલા ચાર થિયેટરમાંથી લગભગ 500થી વધુ ઓડિયન્સ અને મોલની અંદરથી 150 લોકોને સુરક્ષિત રીતે બહાર નીકળ્યા હતા. આ દરમિયાન વીજ કરંટ લાગવાથી લિફ્ટમાં ફસાયેલા એક જ પરિવારના પાંચ લોકોને જેમતેમ કરી બચાવી લેવાયા હતા. જોકે, આગ લાગતાં ચારે બાજુ મોલમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈને ઈજા પહોંચી નહતી.

જ્યારે આ ઘટના બની ત્યારે મોલમાં ઘણી ભીડ હતી અને લોકો ખરીદી કરી રહ્યા હતા. જો કે, આગ મલ્ટીપ્લેક્સ તરફ લાગી હતી અને કોઈ મોટું નુકસાન થયું નથી. આગની ઘટના બાદ મેનેજમેન્ટે આખો સિનેમા હોલ ખાલી કરાવ્યો હતો. આ દરમિયાન લોકોને સીડીઓ પરથી ઉતરતી વખતે ભારે હાલાકી વેઠવી પડી હતી. લોકોએ કહ્યું કે ત્યાં લાઈટ નથી, અમારે અંધારામાં ઉતરવું પડ્યું. વળી બહાર નીકળવાનો રસ્તો બતાવતા ચિહ્નો પણ દીવાલો પર ન હતા. મેનેજમેન્ટની બેદરકારીના કારણે ઘણા લોકોના જીવ જોખમમાં મૂકાયા હતા.

આ પણ વાંચો: બ્રિટનના PM ઋષિ સુનકે પરિવાર સાથે દિવાળી ઉજવી, સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી

Back to top button