ગુજરાત

બનાસકાંઠામાં અગ્નિવીરોને બનાસડેરીમાં અગ્રતા આપશે

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાંથી અગ્નિવીરમાં ફરજ બજાવી પરત ફરનારા નવયુવાનોને બનાસડેરીમાં અગ્રતા અપાશે તેવો નિર્ણય ડેરી દ્વારા લેવામાં આવ્યો હોવાનું ચેરમેન શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું છે.

શંકરભાઈ ચૌધરી (ચેરમેન, બનાસ ડેરી, બનાસકાંઠા)

આર્મીના ગ્રેડથી વધુ એક ગ્રેડ આપી ભરતી કરાશે : શંકરભાઈ ચૌધરી
બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ અગ્નિવીરોને બનાસડેરીમાં તક આપવા કરેલા નિર્ણય અંગે જણાવ્યું હતું કે, આર્મીમાં અગ્નિવીર તરીકે ચાર વર્ષ ફરજ બજાવી પરત ફરનારા યુવાનોને બનાસડેરીમાં નોકરી અપાશે. તેમાં આર્મીમાં અપાતા ગ્રેડ કરતા એક ગ્રેડ વધુ આપીને તેમને મેળવેલી સ્કીલનો લાભ બનાસ ડેરી અને બનાસકાંઠા ના પશુપાલકોને મળશે. અગ્નિવીર તરીકે ફરજ બજાવી પરત આવનાર યુવાને સ્વયંશિસ્તની તાલીમ મેળવી હશે. અને દેશભક્તિથી ઓતપ્રોત હશે. ત્યારે બનાસડેરી માટે પણ આ સારી બાબત છે. ડેરીના ચેરમેને બનાસકાંઠાના યુવાનોને અગ્નિવીર યોજનામાં જોડાવા માટે અપીલ કરી હતી. તેઓએ એમ પણ કહ્યું હતું કે, યુવાનો અગ્નિવીર યોજનામાં માં જોડાઈ દેશની સેવા કરવાનું કામ કરે. તેના માટે ભરતી કેમ્પ કે માર્ગદર્શનની જરૂર પડશે તો બનાસડેરી પણ તેમાં મદદ કરશે. યુવાનો માટે આ નવી તક આવી છે જે તેમને ઝડપી લેવી જોઈએ.

Back to top button