ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

UPના કૌશામ્બીમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, આગમાં ચારથી વધુ લોકો ભૂંજાયા

  • ઉત્તરપ્રદેશમાં કૌશામ્બી જિલ્લાના ભરવારી શહેરમાં આ ઘટના બની

કૌશામ્બી, 25 ફેબ્રુઆરી: ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થવાની ઘટના બની છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 4થી વધુ લોકોના મૃત્યુ થયાં છે. જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ફાયર વિભાગની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ ઘટના જિલ્લાના કોખરાજ પોલીસ સ્ટેશનના ભરવારી શહેરમાં બની હતી. અત્યાર સુધીમાં 10 લોકોને બચાવીને ફેક્ટરીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. તમામની હાલત ખૂબ જ ચિંતાજનક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ તમામ ઘાયલોને એમ્બ્યુલન્સની મદદથી જિલ્લા હોસ્પિટલ મંઝાનપુર મોકલવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

 

આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ શિવનારાયણ, કૌસર અલી, શાહિદ અલી અને અન્ય એક તરીકે થઈ છે. ફેક્ટરીના માલિકનું નામ શરાફત અલી હોવાનું કહેવામાં આવ્યું છે.

 

કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયાં

કૌશામ્બીના SP બ્રિજેશ કુમાર શ્રીવાસ્તવે જણાવ્યું છે કે, ભરવારીની ફટાકડા ફેક્ટરીમાં લાગેલી આગમાં ચાર લોકોના મૃત્યુ થયા છે અને કેટલાક ઘાયલ થયા છે, જ્યારે કેટલાક ગંભીર પણ છે. આ ફટાકડાની ફેક્ટરી રહેણાંક વિસ્તારથી દૂર છે, તેથી રહેણાંક વિસ્તારમાં કોઈ નુકસાન થયું નથી. માત્ર ત્યાં કામ કરતા લોકો માર્યા ગયા છે અથવા ઘાયલ થયા છે. ફેક્ટરીની માલિકીની પાસે તેને બનાવવા અને વેચવાનું લાયસન્સ હતું.

 

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની નોંધ લીધી

ઘટનાની જાણકારી મળ્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કૌશામ્બીમાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા અકસ્માતની નોંધ લીધી હતી. તેમણે મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યને ઝડપી બનાવવા સૂચના આપી છે. મુખ્યમંત્રીએ ઘાયલોને યોગ્ય સારવાર માટે પણ સૂચના આપી છે.

આ પણ જુઓ: ઑનલાઈન ગેમિંગના લીધે યુવકે લાખો રૂપિયા ગુમાવ્યા, દેવું ચૂકવવા કરી માતાની ક્રૂર હત્યા

Back to top button