ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ઊડતા વિમાનમાં અચાનક આગ ફાટી નીકળી, વીડિયો થયો વાયરલ

Text To Speech

મિયામી (ફ્લોરિડા), 20 જાન્યુઆરી: એટલાસ એરના ઊડતા કાર્ગો વિમાનમાં આગ ફાટી નીકળી હતી જેના કારણે પ્લેનને મિયામી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડયું હતું. ટેકઓફના થોડા સમય બાદ એન્જિનમાં આગ લાગી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. X પર શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે બોઈંગ 747-8 એરક્રાફ્ટમાં આગી ફાટી નીકળી છે અને ડાબી પાંખમાંથી જ્વાળાઓ નીકળી રહી હતી, જે ચાર જનરલ ઇલેક્ટ્રિક GEnx એન્જિનથી સજ્જ હતું.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો

પાયલોટે સૂઝબૂઝથી એરપોર્ટ તરફ પ્લેન વાળ્યું અને સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું હતું. જો કે, આ વાયરલ વીડિયો રૂવાડાં ઊભા કરી દે તેવો છે. એટલાસ એરના એક નિવેદન અનુસાર, ક્રૂ મેમ્બરોએ સ્ટાન્ડર્ડ પ્રોસિજર્સનું પાલન કર્યું હતું. કંપનીએ કહ્યું છે કે તે ગુરુવારે મોડી રાત્રે બનેલી ઘટનાનું કારણ નક્કી કરવા માટે સંપૂર્ણ તપાસ કરશે. રાહતની વાત એ છે કે, આ ઘટનામાં કોઈ જાનમાલનું નુકસાન થયું ન હતું.

કેલિફોર્નિયામાં આવી ઘટના બની હતી

આવી જ એક ઘટના કેલિફોર્નિયામાં બની હતી. કેલિફોર્નિયા જતી જેટબ્લુ ફ્લાઇટને ન્યૂ યોર્કના જ્હોન એફ કેનેડી એરપોર્ટ પર પ્લેનમાં આગ ફાટી નીકળી હતી. જેના કારણે ફ્લાઈટ રદ કરવી પડી હતી. આ ફ્લાઈટમાં લગભગ 180 મુસાફરો હતા. જેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર અધિકારીઓએ આગ પર ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો.

આ પણ વાંચો: રશ્મિકા મંદાનાનો ડીપફેક વીડિયો બનાવનાર આરોપીની ધરપકડ, દિલ્હી પોલીસને સફળતા

Back to top button