ગુજરાત: ઘરે બેઠા મળશે ફાયર NOC, વચેટિયાઓની લૂંટફાટ પર બ્રેક લાગશે
ફાયર NOC ઓનલાઈન મળી જશે. જેમાં વચેટિયાઓ, અધિકારીઓની લૂંટફાટ પર બ્રેક વાગશે. અને મ્યુનિ. કમિશનરની કાર્યવાહીથી હવે, ફાયર બ્રિગેડના દાદર ચઢવા પડશે નહી. તેમજ બધા દસ્તાવેજો યોગ્ય હશે તો જ ક્લિયરન્સ મળશે. તથા લોગ ઈનમાં ફાયરની NOC આવશે.
આ પણ વાંચો: વડોદરામાં ખાતર ઉપર દિવેલ જેવી સ્થિતિ, હાનિકારક કોનોકાર્પસનું નિકંદન
આ કામગીરીને સો ટકા કરવાની દિશામાં પણ કાર્યવાહી
NOC મેળવવા માટે જે તે વ્યક્તિએ જરૂરી દસ્તાવેજો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. મ્યુનિ. કોર્પોરેશન હસ્તકના ફાયર બ્રિગેડમાં એન.ઓ.સી. આપવા થતાં બેફામ ભ્રષ્ટાચાર બાબતે અહેવાલ પ્રસિધ્ધ કર્યા બાદ મ્યુનિ.કમિશનરે તેની પર લગામ કસવા ફાયર એન.ઓ.સી.ની આખી પ્રક્રિયા ઓન લાઈન કરાવી છે. જેને લઈ દલાલોની લૂંટફાટ પર બ્રેક વાગવાની સાથે એન.ઓ.સી. મેળવવા ઈચ્છતાં વ્યક્તિઓએ હવે ફાયર બ્રિગેડના દાદર પણ ચઢવા નહીં પડે. માત્ર ઓન લાઈન જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ઓન લાઈન જ એન.ઓ.સી. મળી જશે. આ કામગીરીને સો ટકા કરવાની દિશામાં પણ કાર્યવાહી ચાલી રહી છે.
આ પણ વાંચો: હોળી ઉત્સવનો પ્રારંભ: દ્વારકાધીશ મંદિરે ફૂલડોલ મહોત્સવને લઇને તૈયારીઓ પૂરજોશમાં
અધિકારીઓના નામે પોતાના રોટલા શેકી મનફાવે તેવી રકમ જે તે વ્યક્તિ પાસેથી પડાવતા
કોર્પોરેશનના હદ વિસ્તારમાં બિલ્ડર બહુમાળી કે લૉ રાઈઝ બિલ્ડીંગનું બાંધકામ શરૂ કરે, તેની પહેલા તેમને ફાયર બ્રિગેડમાંથી પ્રોવિઝનલ એનઓસી મેળવવી પડે છે. આ એન.ઓ.સી. બાંધકામની રજા ચિઠ્ઠી પહેલા મેળવવાની હોય છે. આ એન.ઓ.સી. એટલા માટે લેવાની હોય છે કે, અમે સ્થળ પર ફાયર સેફ્ટીનું ધ્યાન રાખીશું. અત્યાર સુધી ફાયર બ્રિગેડની મુખ્ય કચેરી ખાતેથી એન.ઓ.સી. માટેનું ફોર્મ લેવું પડતું હતું. જે બાદ તેમાં જરૂરી માહિતી ભરીને ફાયર બ્રિગેડમાં જમા કરાવવામાં આવતું હતું. મોટાભાગે એન.ઓ.સી. માટેની કામગારી વચેટિયાઓ કરતા હતા. જે અધિકારીઓના નામે પોતાના રોટલા શેકી મનફાવે તેવી રકમ જે તે વ્યક્તિ પાસેથી પડાવતા હતા. જેમાં હાઈરાઈઝ માટે 30 હજાર અને લૉ રાઈઝ માટે રૂ. 25 હજાર નક્કી થયેલા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં ઈમ્પેક્ટ ફીના કાયદામાં સરકાર ઈચ્છશે તેમ મુદતમાં વધારો કરશે!
ફાયર એનઓસી મેળવવાનો સત્તાવાર ખર્ચ રૂ. 10 હજાર પણ થતો નથી
હકિકતમાં પ્રોવિઝનલ ફાયર એનઓસી મેળવવાનો સત્તાવાર ખર્ચ રૂ. 10 હજાર પણ થતો નથી. દરમિયાન પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ કંમ્પલીશન સર્ટિફિકેટ (સી.સી.) મેળવવા ફાઈનલ ફાયર એનઓસી ફરજિયાત લેવી પડે છે. જો, ફાઈનલ ફાયર એન.ઓ.સી.ના હોય તો સી.સી. મળતું નથી. આ એન.ઓ.સી. લેવા માટે વચેટિયાઓ બિલ્ડીંગ હાઈટ અને લે-આઉટ પ્રમાણે રૂ. 5 લાખથી લઈ રૂ. 10 લાખ સુધી લાંચ પેટે વસુલતાં હતા.