ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગાઝિયાબાદમાં વહેલી સવારે અફરાતફરી મચી ગઈ, સિલિન્ડરથી ભરેલા ટ્રકમાં થયો જોરદાર વિસ્ફોટ

Text To Speech

ગાઝિયાબાદ, 1 ફેબ્રુઆરી 2025: ગાઝિયાબાદ જિલ્લાના ટીલા વિસ્તારમાં દિલ્હી-વઝીરાબાદ રોડ પર ભોપુરા ચોક પર ગેસ સિલિન્ડર લઈ જતાં એક ટ્રકમાં ભીષણ આગ લાગી ગઈ હતી. જેના કારણે ઉપરાઉપરી વિસ્ફોટ થયા હતા. મુખ્ય અગ્નિશમન અધિકારી રાહુલ કુમારના જણાવ્યા અનુસાર, ફાયર બ્રિગેડના અધિકારી અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પણ સતત સિલિન્ડર ફાટવાના કારણે ફાયર બ્રિગેડ કર્મી ટ્રક સુધી પહોંચી શક્યા નથી. સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર, આગ લાગવાના કારણે આજુબાજુની દુકાનો બળીની ખાખ થઈ ગઈ. ધમાકો એટલો જોરદાર હતો કે લોકો માંડ માંડ ત્યાંથી બહાર નીકળી શક્યા.

સીએફઓ રાહુલ કુમારે જણાવ્યું કે, સિલિન્ડર વિસ્ફોટનો અવાજ આજુબાજુના કેટલાય કિમી સુધી સંભળાયો હતો. વીડિયોમાં ધમાકાની અવાજ સંભળાઈ રહી હતી, જેને ઘટનાસ્થળેથી 2-3 કિમી દૂર શૂટ કરવામાં આવ્યો હતો.

બ્લાસ્ટથી લોકોમાં ડરનો માહોલ

જો કે, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટના અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ઘાયલ થવાની સૂચના નથી મળી. ગેસ સિલિન્ડરમાં થોડી થોડી વારે બ્લાસ્ટ થતાં લોકોમાં ડરનો માહોલ છે. સ્થાક લોકો પોતાના ઘર છોડીને જઈ રહ્યા છે. આખા વિસ્તારમાં ધુમાડો ફેલાયો છે. તેનાથી શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.

ઘરમાં લાગી આગ

એક સ્થાનિકે દાવો કર્યો છે કે આ ઘટના સવારે લગભગ 4.30 કલાકે થઈ અને કેટલાય સિલિન્ડર ફાટી ગયા. તેના કારણે નજીકમાં આવેલા એક લાકડાના ગોદામમાં પણ આગ લાગી હતી. જેના કારણે એક ઘરમાં પણ આગ લાગી હતી. એક સ્થાનિકે જણાવ્યું કે, નજીકની હોલ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. કાચ તૂટી ગયા છે. જનતામાં ડરનો માહોલ છે.

આ પણ વાંચો: વર્ષે 20 લાખ રુપિયા કમાનારા લોકોને મોટી ખુશખબર આપી શકે છે મોદી સરકાર, બજેટમાં થઈ શકે છે મોટી જાહેરાત

Back to top button