ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત
સુરત શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લીધી મુલાકાત


- મંત્રી હર્ષ સંઘવીએ ફાયર બ્રિગેડના જવાનોનું સાલ ઓઢાડી સન્માન કર્યું
સુરત, 28 ફેબ્રુઆરી : સુરત શહેરના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં થયેલી મોટી આગની દુર્ઘટનાને ફાયર બ્રિગેડ અને વહીવટી તંત્રની ટીમોએ સતત બે દિવસની ભારે જહેમત બાદ કાબૂમાં લઈ લીધી છે. આ દુર્ઘટનામાં અનેક વેપારીઓને આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે ઘટના સ્થળની મુલાકાત લીધી અને વેપારીઓ સાથે સંવાદ સાધી તેમને સાંત્વના પાઠવી હતી. તેમણે આગને કાબૂમાં લેવા માટે દિવસ-રાત એક કરનાર ફાયર બ્રિગેડના જવાનોના પ્રશંસનીય કાર્યની સરાહના કરી હતી.
આ ઉપરાંત, મંત્રી હર્ષ સંઘવીએ ફાયર બ્રિગેડના જવાનોનું સાલ ઓઢાડી તેમનું સન્માન કર્યું હતું. ત્યારબાદ તેમની સાથે વાતચીત કરી હતી. બાદમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, આગની આ દુર્ઘટનાના કારણોની વિગતવાર તપાસ ચલાવવામાં આવી રહી છે.