શ્રીલંકામાં આજે ફરી લોકો રસ્તા પર ઉતર્યા છે. એકબાજુ મોંઘવારીએ માજા મુકી છે તો બીજી તરફ કટોકટી સર્જાઈ છે. જેના પગલે લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે લોકોની ધીરજ ખુટી ગઈ છે. અને રસ્તા પર ઉતરી ગયા છે. જેના પગલે સરકાર મોટી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. શ્રીલંકાની આર્થિક પરિસ્થિતિથી ત્રસ્ત લોકોએ શનિવારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના નિવાસસ્થાન પર કબજો જમાવ્યો હતો. રાષ્ટ્રપતિ તેમના નિવાસસ્થાનથી ભાગી ગયા છે. વિરોધીઓએ રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાનમાં પણ તોડફોડ કરી હતી. બીજી તરફ રેલી દરમિયાન શ્રીલંકાની પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આમાં લગભગ 100 લોકો ઘાયલ થયા છે.
#SriLankaProtests | Prime Minister Ranil Wickremesinghe has told the party leaders that he is willing to resign as Prime Minister of the nation and make way for an all-party government to take over: PMO
— ANI (@ANI) July 9, 2022
સ્પીકર મહિન્દા યાપા અભયવર્દનેના ઘરે ઝૂમ પર યોજાયેલી નેતાઓની બેઠકમાં રાષ્ટ્રપતિ અને પીએમને હટાવવાનો મામલો રાખવામાં આવ્યો હતો. વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘે પણ રાજીનામું આપવા માટે સંમત થયા છે. સ્પીકરના ઘરે આયોજિત બેઠક બાદ સાંસદ હર્ષા ડી સિલ્વાએ ટ્વીટ કર્યું હતું કે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે રાષ્ટ્રપતિ અને PMએ તાત્કાલિક ઓફિસ છોડી દેવી જોઈએ. કાર્યકારી પ્રમુખની નિમણૂક વધુમાં વધુ 30 દિવસ માટે થવી જોઈએ. આગામી થોડા દિવસોમાં વચગાળાની સર્વપક્ષીય સરકારની નિમણૂક થવી જોઈએ અને ટૂંક સમયમાં ચૂંટણી યોજવી જોઈએ.
Dramatic visuals show protestors breaking into Sri Lankan President Gotabaya Rajapaksa's residence
Read @ANI Story | https://t.co/YJnXvCZowt#GotabayaRajapaksa #SriLankaProtests #SriLankaEconomicCrisis pic.twitter.com/Q3o0zgQwCz
— ANI Digital (@ani_digital) July 9, 2022
શ્રીલંકામાં વિરોધીઓએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવ્યો તે પહેલા જ રાષ્ટ્રપતિ ગોતયાબા રાજપક્ષે પરિવાર સાથે નાસી છૂટ્યા હતા. તે દેશમાં છે કે દેશ છોડીને ગયો છે, તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં તેના ભાગી જવાની અટકળો લગાવવામાં આવી રહી છે. વાયરલ વીડિયો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે રાષ્ટ્રપતિ પોતાના પરિવાર સાથે જહાજમાં સવાર થઈને ભાગી ગયા હતા.
#WATCH | Sri Lanka: People gather in large numbers outside the Presidential Secretariat in Colombo as the beleaguered island-nation witnesses massive protests amid ongoing economic turmoil
(Source: Reuters) pic.twitter.com/H2AprxYxsN
— ANI (@ANI) July 9, 2022
તે જ સમયે, અન્ય એક વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે એક VIP કાફલો કોલંબો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યો અને શ્રીલંકા એરલાઈન્સના પ્લેનમાં બેસીને ક્યાંક રવાના થઈ ગયો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ એકમાત્ર વીઆઈપી રાષ્ટ્રપતિ હોઈ શકે છે.
#WATCH | Sri Lanka: Massive protests erupt on the roads of Colombo as people confront security personnel while protesting against the exacerbating economic situation amid prevailing unrest in the island-nation
(Source: Reuters) pic.twitter.com/tJRgAcyAXh
— ANI (@ANI) July 9, 2022
શ્રીલંકાની આર્થિક અને રાજકીય કટોકટી વધુ ઘેરી બની રહી છે. સાવચેતી રાખીને, સરકારે તમામ શાળાઓ તેમજ ચાર રાજ્ય યુનિવર્સિટીઓને 15 જુલાઈ સુધી અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે.
#WATCH | Massive protests erupt in economic crisis-laden Sri Lanka as protesters amass at the President's Secretariat, who has reportedly fled the country.
(Source: unverified) pic.twitter.com/SvZeLGTvKG
— ANI (@ANI) July 9, 2022
વિરોધીઓએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવ્યો તે પછી સ્પીકર મહિન્દા યાપા અભયવર્દનેએ સાંજે 4:00 વાગ્યે પાર્ટીના નેતાઓની વિશેષ બેઠક બોલાવી હતી. હાલમાં બેઠક ચાલી રહી છે. એવા અહેવાલો છે કે બેઠકમાં તમામ નેતાઓએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને રાજીનામું આપવા વિનંતી કરી છે.