કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

જામનગર શહેરના બર્ધન ચોક વિસ્તારમાં આગ, વીજ ટ્રાન્સફોર્મર બળીને ખાખ

Text To Speech

જામનગરના હાર્દ સમા એવા બર્ધન ચોકમાં આજે વહેલી સવારે ભીષણ આગ ભૂભીકી ઉઠી હતી. જાગરના બર્ધન વિસ્તારમાં ચોકમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે દુર દુર સુધી આગના ગોટે ગોટા ઉડતા દેખાયા હતા. જો કે આ ઘટના વહેલી સવારે બની હતી જેથી લોકોની અવર જવર ઓછી હોવાથી જાનહાનીનું કોઈ નુકશાન થયું ન હતું.

બર્ધન વિસ્તારમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ

પ્રાપ્ત જાણકારી મુજબ જામનગર શહેરની મધ્યમા આવેલ બર્ધન ચોક વિસ્તારમાં આવેલ મુખ્ય માર્ગ પર આવેલા એક વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકો થયા બાદ ભીષણ આગ લાગી હતી. આગની આઘટનાને પગલે સ્થાનિકોમાં ભાગદોડ થવા લાગી હતી. આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. અને આગને કાબુમા લેવાની તજવીજ હાથ ધરી હતી.

અવર જવર ઓછી હોવાથી કોઈ જાનહાનીના અહેવાલ નહિ

જામનગર શહેરની મધ્યમા આવેલ બર્ધન ચોક વિસ્તાર શહેરની મુખ્ય બજાર તરીકે પણ ઓળખાય છે.અહી દરરોજ હજારોની સંખ્યામાં લોકોની અહીં ભીડ જોવા મળતી હોય છે. પરંતુ આજે વહેલી સવારે આ ઘટના બની હોવાથી જાનહાનીનુ નુકશાન થયું ન હતુ. પરંતુ આ ઘટનાને પગલે વીજ ટ્રાન્સફોર્મરમાં બળીને ખાખ થઈ ગયું હતું તેમજ વીજ ટ્રાન્સફોર્મરની આસપાસ રહેલી નાની લારીઓને પણ નુકસાન થયું હતું. તેમજ વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાને કારણે PGVCL દ્વારા તાત્કાલિક આ વિસ્તારનો વીજ પાવર બંધ કરી દેવાયો હતો.

આ પણ વાંચો : મહાનગરોમાં શ્વાનનો આતંક : સુરત બાદ રાજકોટમાં પણ શ્વાને અઢી વર્ષના બાળકને બચકા ભર્યા

Back to top button