કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

BreakingNews : દ્વારકા મંદિર ચોકમાં આવેલ દુકાનોમાં ભીષણ આગ લાગતા અફરા તફરી

Text To Speech

રાજ્યમાં એક તરફ બિપોરજોય વાવાઝાડાનો સંકટ તોળાઈ રહ્યું છે અને દ્વારકાના દરિયા કિનારે આ વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે ત્યારે આ બધા વચ્ચે દ્વારકાધીશના મંદિરની બાજુના મુખ્ય બજારમાં આગની ઘટના સામે આવી છે.

દ્વારકાના જગતમંદિર પાસે આવેલી દુકાનમાં આગ લાગી

મળતી માહીતી મુજબ દ્વારકાના જગતમંદિર પાસે આવેલી ત્રણ માળની કાપડની દુકાનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે.વિગતો મુજબ હેન્ડીક્રાફ્ટ અને ફૂટવેરની દુકાનમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાને પગલે ફાયર વિભાગ અને પોલીસ ટીમ દોડતી થઈ હતી અને ફાયરની ટીમો દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામા આવ્યો છે.

આગમાં દુકાનનો માલસામાન બળીને ખાખ

દ્વારકાધીશ મંદિરની બાજુના મુખ્ય બજારમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી છે. કાપડની દુકાનમાં લાગેલી આ વિકારાળ આગ આસપાસની દુકાનોમાં પણ ફેલાઈ ગઈ હતી. જેના કારણે ચારેબાજુ ધૂમાળાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા. અને આજુબાજુમાં આવેલી અન્ય ત્રણ જેટલી દુકાનો પણ આ આગની ચપેટમાં આવી ગઈ હતી. આગ લાગવાને કારણે ત્રણથી ચાર જેટલી દુકાનોમાં રહેલો બધો જ માલસામાન બળીને ખાક થઈ ગયો હતો. જેથી વેપારીઓને લાખ્ખો રૂપિયાનું નુકસાન થયું છે. જો કે આગની આ ઘટનામાં જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. તેમજ આગ લાગવાનું કારણ પણ હજુ અકબંધ છે.

 આ પણ વાંચો : ગુજરાતમાં બિપરજોયની દહેશત વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 8,000 કરોડની યોજના જાહેર

Back to top button