પતંગની દોરીમાં ફસાયેલા પક્ષીને બચાવવા જતા કરંટ લાગ્યો, ફાયરના કર્મીનું કરુણ મૃત્યુ
અમદાવાદ, 16 જાન્યુઆરી 2024, ઉત્તરાયણમાં પતંગના દોરાથી પક્ષીઓના જીવ બચાવવા માટે કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ અમદાવાદમાં એક પક્ષીને બચાવવા જતાં ફાયર વિભાગના કર્મચારીનું કરૂણ મૃત્યુ થયું હોવાની ઘટના બની છે. પતંગની દોરીમાં ફસાયેલા પક્ષીને બચાવવા જતાં ફાયર વિભાગના કર્મચારીને વીજ વાયર અડી જતાં કરંટ લાગ્યો હતો અને તેમનું મૃત્યુ થયું હતું.
પક્ષીને બચાવવા જતાં કરંટ લાગ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે ઘુમા સ્મશાન નજીક દેવ 94 બિલ્ડીંગ પાસે પણ એક પક્ષી પતંગની દોરીમાં ફસાયું હતું. જેને બચાવવા માટે કોલ મળતા બોપલ ફાયરના જવાન અનિલ ભાઈ પરમાર રેસ્ક્યુ કોલમાં ગયા હતા. પક્ષીનું રેસ્ક્યુ કરવા જતા હેવી વીજ લાઇનને અડી જતા તેમને જોરદાર કરંટ લાગ્યો હતો અને તેઓ ઇલેક્ટ્રિક વાયર સાથે ચોંટી જતા તેમનું મૃત્યુ થયુ હતું. આ કરુણ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે. ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. રેસ્ક્યૂ કરતી વખતે હાઇ ટેન્શનની લાઇન ચાલુ કેમ રહી ગઈ તે મોટો પ્રશ્ન છે.
આ પણ વાંચોઃગુજરાતમાં નાની ઉંમરમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા, વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો