ઉત્તર ગુજરાતગુજરાત

પાટણમાં ફટાકડાના સ્ટોલમાં આગ લાગતાં દુકાનો, શાકભાજીની લારીઓને નુકસાન

Text To Speech

પાટણઃ (Patan)દિવાળીના તહેવારમાં ફટાકડાની દુકાનોમાં આગના બનાવો બનાવો વધી રહ્યાં છે. (Fire in crackers stall)પાટણમાં ફટાકડાના સ્ટોલમાં આગ લાગવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. (loss in other shop)અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી.

શાકભાજીની લારીઓને પણ નુકસાન પહોંચ્યું
પ્રાપ્ત વિગતો પ્રમાણે પાટણના સરસ્વતીના સરિયદ ગામમાં ફટાકડાના એક સ્ટોલમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આસપાસની દુકાનો અને શાકભાજીની લારીઓને પણ નુકસાન પહોંચ્યું હતું. અચાનક આગ લાગતા સ્ટોલમાં રહેલા ફટાકડા ધાણીની જેમ ફૂટતાં લોકોમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થયાની વિગતો પ્રકાશમાં આવી નથી.

Back to top button