ચેન્નાઈના માયલાપુર સાંઈ બાબા મંદિરની છત પર આગ લાગી, આગથી અફરાતફરી
તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં સાંજે માયલાપુર સાંઈ બાબા મંદિરની છત પર આગ ફાટી નીકળી હતી. ત્રણ ફાયર સ્ટેશનના 20થી વધુ ફાયર ફાઈટર આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે આગ મંદિરની છત પર લાગી હતી. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, આગની માહિતી મળ્યા બાદ, ફાયર ફાઈટરને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા.
#WATCH तमिलनाडु: चेन्नई के मायलापुर साईं बाबा मंदिर की छत पर आज शाम आग लग गई। तीन फायर स्टेशनों के 20 से ज्यादा दमकलकर्मी आग बुझाने में जुटे हैं। अधिक जानकारी की प्रतीक्षा है।
(वीडियो सोर्स:-तमिलनाडु फायर एंड रेस्क्यू सर्विस-चेन्नई साउथ डिवीजन) pic.twitter.com/aujsF13EGQ
— ANI_HindiNews (@AHindinews) November 12, 2023
ફાયર વિભાગનું કહેવું છે કે તેઓ હજુ પણ મંદિરની છત પર આગ લાગવાનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. આગની ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં મંદિરની છતમાંથી જ્વાળાઓ બહાર નીકળતી સ્પષ્ટ જોઈ શકાય છે. મંદિરને જોતા સ્પષ્ટ થાય છે કે અહીં બાંધકામ ચાલી રહ્યું હતું, કારણ કે વીડિયોમાં વાંસની લાકડીઓથી બનેલી ફ્રેમ પણ દેખાઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ કારણે આગ ઝડપથી ફેલાઈ હતી.
#WATCH | Tamil Nadu | Fire broke out on the roof of Mylapore Sai Baba Temple in Chennai earlier this evening. More than 20 firefighters from three fire stations are working to extinguish the fire. Details awaited.
(Video Source:- Tamil Nadu Fire & Rescue Service (Chennai South… pic.twitter.com/kvYsJGW9QF
— ANI (@ANI) November 12, 2023