ટ્રેન્ડિંગનેશનલ

બિહારના આરામાં લોકમાન્ય તિલક ટ્રેનમાં લાગી આગ, લોકોએ ડબ્બામાંથી કૂદીને જીવ બચાવ્યા

  • હોળી સ્પેશિયલ દાનાપુરથી લોકમાન્ય તિલક જઈ રહેલી ટ્રેનમાં શોર્ટ સર્કિટના કારણે એસી ડબ્બો સળગી ઉઠ્યો  

બિહાર, 27 માર્ચ: બિહારના આરામાં લોકમાન્ય તિલક સ્પેશિયલ ટ્રેનના AC ડબ્બામાં આગ લાગી હતી. જેના કારણે ઘણા મુસાફરોએ ટ્રેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. મળતી માહિતી મુજબ, ટ્રેનમાં શોર્ટ સર્કિટના કારણે ટ્રેનની એસી બોગીમાં આગ લાગી હતી. હકીકતમાં, આ સમગ્ર ઘટના બિહારના ભોજપુર હેઠળના દાનાપુર-પંડિત દીનદયાળ ઉપાધ્યાય રેલવે સેક્શનના કારીસાથ સ્ટેશન પાસેની જણાવવામાં આવી રહી છે. જ્યાં હોળી માટેની સ્પેશિયલ ટ્રેનમાં આગ લાગી હતી. ટ્રેન 01410 હોળી સ્પેશિયલ દાનાપુરથી લોકમાન્ય તિલક જઈ રહી હતી.

 

મળતી માહિતી મુજબ, મોડી રાત્રે લગભગ 2:00 વાગ્યે દાનાપુરથી મુંબઈ જઈ રહેલી હોળી સ્પેશિયલ ટ્રેનમાં અચાનક શોર્ટ સર્કિટ થઈ અને થોડી જ વારમાં ટ્રેનની એસી બોગીમાં આગ લાગી ગઈ. હોળીના કારણે ટ્રેનમાં મુસાફરોની સંખ્યા ઘણી ઓછી હતી, તેથી હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. આ દરમિયાન રેલવેએ હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યા છે જેના પર માહિતી મેળવી શકાય છે.

 

હેલ્પલાઇન નંબર

  1. દાનાપુર હેલ્પલાઈન નંબર -06115232401
  2. આરા હેલ્પલાઈન નંબર -9341505981
  3. બક્સર હેલ્પલાઈન નંબર -9341505972

 

આ ઘટનાની જાણકારી મળ્યા બાદ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી. મેઈન લાઈનમાં આગ લાગવાને કારણે એક ડઝન ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જોકે, ડબ્બાને ટ્રેનથી અલગ કરી દેવામાં આવ્યો છે અને હોળી સ્પેશિયલ ટ્રેનને રવાના કરવામાં આવી છે. DRM જયંત કુમાર, PSCO પ્રભાત કુમાર, RPF IG અમરેશ કુમાર, વરિષ્ઠ DCM સરસ્વતી ચંદ્રા, RPF કમાન્ડન્ટ પી.કે. પાંડા, વરિષ્ઠ DM-3 સંતોષ કુમાર સહિત ઘણા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

આ પણ જુઓ: રામકૃષ્ણ મિશનના પ્રમુખ સ્વામી સ્મરણાનંદ મહારાજનું નિધન, PM મોદીએ શોક વ્યક્ત કર્યો

Back to top button