મોરબીના રફાળેશ્વર પાસે હાઇવે પર ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ


મોરબી: 03 એપ્રિલ 2024, મોરબીના રફાળેશ્વર નજીક નેશનલ હાઇવે પર આવેલી એક ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી. આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.ફાયરની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
VIDEO | Fire breaks out at a plastic factory in Morbi, Gujarat. More details are awaited. pic.twitter.com/efNsjd90t8
— Press Trust of India (@PTI_News) April 3, 2024
આગની ઘટનામાં મોટું નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે
નેશનલ હાઇવે પર રફાળેશ્વર નજીક સરોવર પોર્તિકો હોટેલની બાજુમાં આવેલી સીટ કવર બનાવતી કંપનીના અચાનક આગ લાગી હતી. આગે થોડી જ વારમાં ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગનાં ધુમાડા દૂરથી દેખાઈ રહ્યા હતા. આગની દુર્ઘટનાની મોરબી ફાયર બ્રિગેડને જાણ થતાં તાત્કાલિક ફાયરની ઘટના સ્થળે દોડી જઇ આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા.આ ભીષણ આગની ઘટનામાં મોટું નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. હજી સુધી કોઈ જાનહાનીની વિગતો પ્રાપ્ત થઈ નથી.
આ પણ વાંચોઃ ભાજપ-ક્ષત્રિય સમાજની બેઠક નિષ્ફળ: રૂપાલાની ટિકિટ રદ થવાની શક્યતાઓ વધી