અમદાવાદમાં એક જ મહિનામાં સતત બીજી વખત BRTS બસમાં લાગી આગ : લો ગાર્ડન વિસ્તારમાં બન્યો બનાવ
અમદાવાદ વધુ એક વખત આગ લાગવાની ઘટના બની છે. મળતી જાણકારી મુજબ આજે સાંજે અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં BRTSમાં આગ લાગી હતી. હાલ ફાયર વિભાગની ચાર ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્નો કર્યા હતો. સદ્ નસીબે આગ લાગતા જ બધા મુસાફરો બસની બહાર નીકળી જતા કોઈ જાનહાની થઈ નહોતી અને એક મોટી દુર્ધટના થતા અટકી હતી. જોકે આગની આ ઘટનામાં BRTS બસ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી.
આ પણ વાંચો : અમદાવાદની હોસ્પિટલમાં આગ, બે લોકોના મોત, ફાયરની ટીમ ઘટના સ્થળપર
અમદાવાદ BRTSમાં વધુ એક વખત આગનો બનાવ#Ahmedabad #lawgarden #brts #BUS #FIRE #firebus #news #NewsUpdate #Newsnight #AMC #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/H3HLKJYCoW
— Hum Dekhenge News (@humdekhengenews) December 31, 2022
એક મહિનામાં બીજી ઘટના
ઉલ્લેખનીય છે કે અમદાવાદ BRTSમાં આગ લાગવાની આ બીજી ઘટના ડિસેમ્બર મહિનામાં જોવા મળી છે, આ પહેલાં 7મી ડિસેમ્બરે મણિનગર BRTS બસ સ્ટેન્ડ પાસે પાર્કિંગમાં ઉભેલી BRTSમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જો કે તે ઘટનામાં પણ કોઈ જાનહાની થઈ નહોતી અને મોટી દુર્ધટના ટળી હતી.
નવેમ્બર મહિના પણ આગનો બનાવ
આ ઉપરાંત 16 નવેમ્બરે પણ અમદાવાદમાં મેમનગર ખાતે બીઆરટીએસની એક બસમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, કારણ કે આગ લાગી તે પહેલા બસમાં 25 જેટલા મુસાફરો સવાર હતા, પરંતુ સમયસૂચકતા વાપરીને ડ્રાઇવરે તમામ મુસાફરોને નીચે ઉતારી દીધા હતા અને ત્યારે પણ મોટી દુર્ધટના ટળી હતી.