ગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટના હરીપર ગામે આવેલા શિવ પ્લાસ્ટિક કારખાનામાં મધરાતે ભીષણ આગ, ફાયરવિભાગે 1 કલાકે કાબૂ મેળવ્યો

Text To Speech

રાજકોટઃ શહેરના કાલાવડ રોડ પર આવેલા હરીપર ગામમાં આવેલા શિવ પ્લાસ્ટિક નામના કારખાનામાં મધરાતે ભીષણ આગ લાગી હતી. આગ લાગવાને પગલે ચારે તરફ ધૂમાળાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા. સ્થાનિકોને આ ઘટનાની જાણ થતા જ તેમણે ફાયરવિભાગને આ ઘટના વિશે માહિતી આપી હતી. ફાયરવિભાગને જાણ થતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ બૂઝાવવાની કામગીરી હાથ ધરી હતી.

થોડી વારમાં જ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઉપરાંત આગ લાગવાને કારણે PGVCL દ્વારા પણ વીજ પુરવઠો થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કયા કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી.

પ્રાથમિક તપાસ દરમિયાન શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગ ઉપર સતત એક કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે અને દુર્ઘટનાના પગલે સદનસીબે કોઇ જાનહાનિ થઈ નથી.

Back to top button