ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મુંબઈની ફેશન સ્ટ્રીટમાં ભીષણ આગ, દુકાનો બળીને ખાખ

Text To Speech

દક્ષિણ મુંબઈમાં આવેલી જાણીતી ફેશન સ્ટ્રીટમાં ભીષણ આગ લાગી છે. મુંબઈની ફેશન સ્ટ્રીટ રેડીમેડ કપડા માટેનું પ્રખ્યાત બજાર છે. આવી જ એક કપડાની દુકાનમાંથી 12 વાગ્યાની આસપાસ આગ લાગી હતી અને ઘણી દુકાનોમાં ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. પ્રાથમિક માહિતી મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી.હવે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. પરંતુ 15 થી 20 દુકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે.

બજારમાં હતી ભારે ભીડ

વીકેન્ડના કારણે બજારમાં ભીડ હતી. આ સ્થિતિમાં આગના કારણે અનેક લોકો ગભરાઈ ગયા હતા. ફાયર બ્રિગેડના કર્મચારીઓ અને અધિકારીઓએ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આગ એટલી ભયાનક હતી કે તેની જ્વાળાઓ ઉંચે સુધી દેખાઈ રહી હતી.

આગ ઝડપથી પ્રસરવાનું કારણ અહીંની દુકાનો એકબીજાની એકદમ નજીક આવેલી છે. કપડાની દુકાનો હોવાને કારણે તે વધુ ઝડપથી ફેલાઈ હતી. સતર્કતાથી લોકોને ત્યાંથી હટાવવામાં આવતા કોઈ જાનહાનિ થઈ નથી. લગભગ 15 -20 જેટલી દુકાનો બળીને ખાખ થઈ જતા મોટાપાયે આર્થિક નુકસાનની શક્યતા છે. આગની સૂચના મળતા પોલીસ ટીમ અને અને BMCના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથધર્યા હતા.

ભારે જહેમત બાદ આગ પર કાબૂ

Back to top button