અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદના પાનકોરનાકામાં રમકડાંના ગોડાઉનમાં લાગી આગ

અમદાવાદ, 8 એપ્રિલ, 2025: અમદાવાદમાં મંગળવારે બપોરે પાનકોર નાકા નજીક રમકડાની દુકાનમાં આગ લાગી હતી. સ્થાનિક દુકાનદારો અને રહેવાસીઓએ આગની જાણ કરી હતી, Fire breaks out in toy godown in Pankornaka, Ahmedabad અમદાવાદ ફાયર અને ઇમરજન્સી ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આગના બનાવને પગલે આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

અમદાવાદના આગને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે, અમદાવાદમાં મંગળવારે બપોરે પાનકોરનાકા નજીક રમકડાની દુકાનમાં આગ લાગી હતી. આશરે 3:30 વાગ્યે બનેલી આ ઘટના બાદ આગ પર કાબૂમાં લેવા માટે બે ફાયર ફાઇટરની ટીમોને તાત્કાલિક મોકલવામાં આવી હતી. આગને કાબૂમાં લેવા અને તેને નજીકના મથકોમાં ફેલાતી અટકાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. ફાયર વિભાગના એક અધિકારીએ આ અંગે પુષ્ટિ કરી હતી.

આ પણ વાંચો….ગુજરાત: 1 વર્ષમાં રાજકીય પક્ષોને રૂ.404 કરોડનું દાન, જાણો કયા પક્ષને સૌથી વધુ મળ્યા રૂપિયા

Back to top button