ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મુંબઈઃ બોરીવલીમાં નવ માળની ઈમારતમાં આગ લાગતાં બેનાં મૃત્યુ

Text To Speech
  • બોરીવલીમાં નવ માળની રહેણાંક ઈમારતમાં આગ લાગી
  • મૃતકોની ઓળખ ગ્લોરી વાલફાટી અને જોસુ જેમ્સ રોબર્ટ તરીકે થઈ છે.

મુંબઈના બોરીવલીમાં આગ લાગવાની ઘટના બની છે. જેમાં બે લોકો મૃત્યુ પામ્યા છે. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર મૃતકોની ઓળખ ગ્લોરી વાલફાટી અને જોસુ જેમ્સ રોબર્ટ તરીકે થઈ છે.અન્ય ત્રણ વ્યક્તિઓ લક્ષ્મી બુરા, રાજેશ્વરી ભારત્રે અને રંજન સુબોધ શાહ દાઝી ગયા હતા.

આગને કાબુમાં લેવાના પ્રયાસો ચાલુ

બોરીવલી અને કાંદિવલી વેસ્ટની વચ્ચે આવેલા મંતન પાડા, સાંઈ બાબા નગર વિસ્તારમાં આવેલી એક ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી છે. સાંઈબાબા નગર પાસે આવેલી આઠમાળી વીણા સંતૂર બિલ્ડિંગના પહેલા માળે આગ લાગી છે. BMC, મુંબઈ ફાયર બ્રિગેડ અને પોલીસ આગ મેળવવા માટે સ્થળ પર હાજર થઈ ગયા છે. જો કે હજી આગ ભભૂકી રહી છે. ઈમારતમાંથી કાળો ધૂમાડો નીકળી રહ્યો છે. જ્વાળાઓ એટલી પ્રબળ છે કે નજીકના માળ પર રહેતા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.

 

બપોરના સમયે પહેલા માળના ફ્લેટમાં આગ લાગી

બિલ્ડીંગના પહેલા માળે આવેલા ફ્લેટમાં બપોરે લગભગ 12.30 વાગે આગ લાગવાની ઘટના બની હતી. ટૂંક સમયમાં તે ફ્લોર પરના ઇલેક્ટ્રિક વાયરિંગ અને ઇન્સ્ટોલેશનમાં ફેલાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ચાર ફાયર એન્જિન અને અન્ય ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી.ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, બે નાની હોઝ લાઈનો અને ચાર મોટર પંપની એક ફર્સ્ટ એઈડ લાઈનની મદદથી અગ્નિશામક કામગીરી ચાલી રહી છે. અદાણી પાવર,પોલીસ, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) વોર્ડ અને 108 એમ્બ્યુલન્સ સેવા સહિત તમામ સંબંધિત એજન્સીઓને એકત્ર કરવામાં આવી છે.

આ પણ વાંચો, ચક્રવાત ‘તેજ’ આગામી 6 કલાકમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી આગાહી

Back to top button