ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીની IT ઓફિસમાં આગ ફાટી નીકળી: 21 ફાયર બ્રિગેડ ઘટના સ્થળે

Text To Speech
  • આગ કેવી રીતે લાગી? તે અંગે હજુ સુધી કોઈ માહિતી જાણવા મળી નથી

નવી દિલ્હી, 14 મે: દેશની રાજધાની દિલ્હીથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાષ્ટ્રીય રાજધાનીમાં સ્થિત આવકવેરા કચેરીમાં ભીષણ આગ લાગી છે. આવકવેરા વિભાગની બિલ્ડિંગ દિલ્હી પોલીસ હેડક્વાર્ટરની પાછળ આવેલી છે. મળતી માહિતી મુજબ, આગ બુઝાવવા માટે ફાયર વિભાગની કુલ 21 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ આગ કેવી રીતે લાગી? આ અંગે હજુ સુધી કોઈ માહિતી જાણવા મળી નથી. એક વીડિયો બહાર આવ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ અહીં હાજર છે. સ્થાનિક પોલીસની સાથે કેટલાક લોકો પણ ત્યાં જોવા મળે છે. આ બિલ્ડીંગમાં ફસાયેલા લોકોને સીડીઓ દ્વારા બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ફાયર કર્મીઓ આ આગને કાબુમાં લેવા પ્રયાસ કરી રહ્યા છે.

 

આગ બુઝાવવા 21 ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી!

દિલ્હી ફાયર સર્વિસના અધિકારીઓએ જણાવ્યું કે, ‘અમને બપોરે લગભગ 3.07 વાગ્યે ITO ખાતે ઈન્કમટેક્સ ઓફિસ CR બિલ્ડીંગમાં આગ લાગી હોવાની માહિતી મળી હતી. અમે કુલ 21 ફાયર એન્જિન સાથે ત્યાં પહોંચ્યા. અમે આ બાબતે સ્થાનિક પોલીસને પણ જાણ કરી હતી જેથી કરીને મામલાની તપાસ થઈ શકે અને કાયદો અને વ્યવસ્થા નિયંત્રણમાં રાખી શકાય. સોશિયલ મીડિયા પર સામે આવેલા કેટલાક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક લોકો આગથી બચવા માટે બારી પાસે જઈ રહ્યા છે.”

આ પણ જુઓ: દિલ્હીમાં શાળાઓ બાદ હવે ઘણી હોસ્પિટલોને મળી બોંબની ધમકી, દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા

Back to top button