ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

Video: ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં પ્રચંડ વિસ્ફોટ સાથે આગ લાગી, મૃત્યુઆંક વધીને 18 થયો

Text To Speech

ડીસા, 1 એપ્રિલ 2025: fire breaks out at deesas firecracker factory બનાસકાંઠાના ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગની દુર્ઘટના સામે આવી છે. ડીસામાં ઢુંવા રોડ પર એક ફટાકડાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટનામાં પ્રારંભિક અહેવાલ પ્રમાણે પાંચ કામદારોના મૃત્યુ થયા હતા. જોકે, બપોર સુધીમાં મૃત્યુઆંક વધીને 18 થયો હોવાનું જાણવા મળે છે. આ ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

પ્રાથમિક માહિતી મુજબ, ડિસાના ફટાકડાના ગોડાઉનમાં બોઈલર ફાટવાના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગ એટલી ભયાનક હતી કે, ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી. ફાયર વિભાગના કર્મચારીઓ આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે. આ ઘટનામાં કેટલા મજૂરો હાજર હતા અને કેટલા મજૂરો સુરક્ષિત છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર ઘટનાની તપાસ કરી રહ્યું છે.

ડીસા ફટાકડા ફેક્ટરી - HDNews
ડીસા ફટાકડા ફેક્ટરી – HDNews

અહીં ઉલ્લેખનિય છે કે, ડીસાની GIDCમાં આવેલા ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ગોડાઉનમાં પાણી ગરમ કરવાનું બોઈલર ફાટતાની સાથે આ ભીષણ આગ લાગી હતી. ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં વહેલી સવારે ભીષણ આગ લાગતા દોડાદોડી થઈ ગઈ હતી. ફટાકડાની ફેક્ટરી હોવાને કારણે ત્યાં જ્વલનશીલ પદાર્થો હોવાને કારણે આગ થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં ઓછામાં ઓછા 18 શ્રમિકોના મૃત્યુ થયા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો: ડાયરેક્ટર સનોજ મિશ્રાની ધરપકડ થતાં પોક મુકીને રડી મોનાલિસા? શરુ થાય તે પહેલા જ કરિયર ખતમ

Back to top button