ઉત્તર પ્રદેશના લખનઉના હઝરતગંજની એક હોટલમાં આગ લાગવાની ઘટના બની છે. હોટલમાં અચાનક આગ ભભૂકતા અફરાતફરી જોવા મળી. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે.અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
#WATCH उत्तर प्रदेश: लखनऊ के हजरतगंज में एक होटल में आग लग गई। होटल के कमरों से लोगों को निकालने के प्रयास जारी हैं। दमकल की टीम मौके पर मौजूद है। प्राथमिक अनुमान में आग लगने का कारण शॉर्ट सर्किट बताया जा रहा है। अधिक जानकारी की प्रतीक्षा है। pic.twitter.com/13w6xg3cDO
— ANI_HindiNews (@AHindinews) September 5, 2022
હોટલમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા
લખનઉના હઝરતગંજની એક હોટલમાં સવારે અચાનક આગ ભભૂકી ઉઠી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરાતફરી સર્જાઈ. પરિસ્થિતિ બેકાબૂ બનતા હોટલ મેનેજરે તાત્કાલિક ધોરણે ફાયરને જાણ કરી. ઘટનાની ગંભીરતાને પગલે ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અને હોટલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. હોટલના રૂમમાં ઘણા લોકો ફસાયેલા છે. તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે. આગને કારણે કોઈ જાનહાનિના સત્તાવાર અહેવાલ નથી. પરંતુ સ્થાનિક લોકોનું કહેવું છે કે આગમાં ઘણા લોકો દાઝી ગયા છે. ઘાયલ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.
#WATCH उत्तर प्रदेश: लखनऊ के हजरतगंज में एक होटल में आग लग गई। होटल के कमरों से लोगों को निकालने के प्रयास जारी हैं। अधिक जानकारी की प्रतीक्षा है। pic.twitter.com/Q9HziNm3xI
— ANI_HindiNews (@AHindinews) September 5, 2022
આગ લાગવાનું કારણ હજુ બહાર આવ્યું નથી. પોલીસનું કહેવું છે કે અત્યારે પ્રાથમિકતા લોકોને બચાવવાની છે. હોટલમાંથી લોકોને બહાર કાઢ્યા બાદ આગ કેવી રીતે લાગી તે કેસની તપાસમાં જ ખબર પડશે. જો કે કેટલાક લોકો આગનું કારણ શોર્ટ સર્કિટ જણાવી રહ્યા છે.