મહાકુંભમાં ફરી લાગી આગ: ઘટનાસ્થળે ફાયર બ્રિગેડનો ખડકલો


- મહાકુંભમાં એક મહિનામાં પાંચમી વખત આગ લાગી
પ્રયાગરાજ, 17 ફેબ્રુઆરી: 2025: પ્રયાગરાજ મહાકુંભમાં વિશ્વભરના કરોડો શ્રદ્ધાળુઓ માટે ખાસ મહત્વ ધરાવે છે. આખા ભારતથી લોકો દર્શન કરવા માટે આવે છે. સોમવારે બપોરે પ્રયાગરાજ મહાકુંભ મેળા પરિસરમાં ફરી એકવાર આગ લાગી હતી. આ આગ મોટી હતી અને ઝડપથી ફેલાવા હતી, પરંતુ ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો. પોલીસના અધિકારીઓનું કહેવું છે કે, આ આગ કલ્પવાસીઓ દ્વારા ખાલી કરાયેલા તંબુઓમાં લાગી હતી. જ્યારે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો, ત્યારે કોઈ જાનહાની અથવા મોટા નુકસાનની માહિતી પ્રાપ્ત થઈ નથી.
મહાકુંભમાં ફરી એકવાર આગ લાગ્યાની ઘટના સામે આવી છે. આ વખતે સેક્ટર 8માં અનેક પંડાલ બળીને રાખ થઈ ગયા હતા. શ્રી કપિ માનસ મંડળ અને ગ્રાહક સુરક્ષા સમિતિના કેમ્પમાં આગ લાગી હતી. બંને કેમ્પમાં બે-બે તંબુ બળી ગયા છે. આ ઘટના સંબંધિત માહિતી મળી ત્યારે તાત્કાલિક રીતે ફાયર બ્રિગેડ અને પોલીસના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સમય સૂચકતા સાથે ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમે સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હોવાની જાણકારી મળી રહી છે. કે હજુ સુધી કોઈ મોટી જાન કે માલ હાનિના અહેવાલ સામે આવ્યા નથી.
મહાકુંભ મેલામાં આગ લાગવાની પહેલાની ઘટનાઓ પણ નોંધાવાઇ છે. આ વર્ષે, મહાકુંભના આરંભના 7મા દિવસે, 3 ફેબ્રુઆરીએ, સેક્ટર 19 માં આગ લાગી હતી. આ આગથી ઘણા તંબુ બળીને નષ્ટ થઈ ગયા અને ઘણા સિલિન્ડર ફાટ્યા. એ પછી, 9 ફેબ્રુઆરીના રોજ, સેક્ટર 9ના કલ્પવાસીઓના તંબુમાં સિલિન્ડર લીકેજના કારણે આગ લાગી હતી. આ સિલિન્ડર લીકેજનું કારણે આગ ખુબ જ ઝડપથી ફેલાઈ હતી.
આ પણ વાંચો..મહાકુંભની ભીડથી બચવાનો લોકોએ નવો જુગાડ શોધી લીધો, સોસાયટીના સ્વીમિંગ પૂલમાં સંગમનું પાણી નાખી સ્નાન કર્યું