અમદાવાદના મેમનગર BRTS બસ સ્ટેન્ડ પર આજે સવારે અચાનક BRTS બસમાં આગ લાગવાની ઘટના બની.એન્જિનમાંથી અચાનક ધુમાડો નીકળતાં જ બસ-ડ્રાઇવર ચોંકી ગયો હતો. અને સમયસુચકતા વાપરી તમામ મુસાફરોને બસમાંથી બહાર નીકાળી દીધા હતા. ગણતરીની મિનિટોમાં જ આખી બસ આગની લપેટમાં લપેટાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડની ત્રણ ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે મોટી જાનહાની ટળી હતી.
અમદાવાદના મેમનગરના BRTS બસ સ્ટેન્ડ પર બસમાં આગ લાગી#Ahmedabad #BRTS #fire #busstop #memnagar #helmetcrossroad #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/iLLGuY2c83
— Hum Dekhenge News (@humdekhengenews) September 16, 2022
BRTS બસમાં આગ લાગતા અફરાતફરી… સદનસીબે જન હાની ટળી.#BRTS #memnagar #Ahmedabad #fire #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/E6OmBrGbXA
— Hum Dekhenge News (@humdekhengenews) September 16, 2022
BRTS બસ બળીને ખાખ થઈ ગઈ…#Ahmedabad #brts #fire #Gujarat #helmetcrossroad #memnagar #GujaratiNews #humdekhengenews pic.twitter.com/uGjA7ltXnG
— Hum Dekhenge News (@humdekhengenews) September 16, 2022
બસ ડ્રાઈવરની સમયસુચકતાને લીધે મોટી દુર્ઘટના ટળી
શહેરના મેમનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર આજે સવારે બસ ઉભી રહી હતી જે દરમિયાન બસ બંધ થઇ ગઈ હતી. ડ્રાઈવરે બસ શરુ કરવાનો પ્રયત્ન કર્યો તો એન્જિનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. જેથી ડ્રાઇવરે સમય સૂચકતા વાપરીને બસના દરવાજા ખોલી તમામ પેસેન્જરને બહાર નીકળવા માટે કહ્યું હતું. બસમાંથી પેસેન્જર બહાર નીકળ્યા હતા અને વધુ ધુમાડો ફેલાતાં અચાનક જ આગ ફાટી નીકળી હતી જેથી બીઆરટીએસ બસ સ્ટેન્ડમાંથી પણ લોકોને સ્ટાફ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. જોતજોતાંમાં બસમાં આગ ફાટી નીકળી હતી.જો કે બસ ડ્રાઈવરની સમયસુચકતાને લીધે મોટી દુર્ઘટના ટળી હતી