વડોદરાના અલકાપુરીમાં ઈન્દ્રપ્રસ્થ કોમ્પલેક્સમાં આગ, 40 કર્મીઓનું રેસ્ક્યૂ
- વડોદરામાં ઈન્દ્રપ્રસ્થ કોમ્પલેક્સમાં ઓફિસમાં આગ
- 40 કર્મીઓનું ફાયર વિભાગે કર્યુ રેસ્ક્યૂ
- આગમાં ડેટાનો નાશ થયાની શક્યતા
વડોદરાનાઅલકાપુરીમાં ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્સમાં આવેલી ચોલા મંડલમ ફાઇનાન્સ ઓફિસમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણ અહી અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં ઓફિસમાં ફસાયેલા 40 કર્મચીરીઓનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યું કરવાામા આવ્યું હતું.
ફાઇનાન્સ ઓફિસમાં ભીષણ આગ
વડોદરામાં અલકાપુરીમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્સમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. કોમ્પલેક્સમાં આવેલી ચોલા મંડલમ ફાઇનાન્સ ઓફિસમાં એકા એક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.જેના કારણે ઓફિસમાં 40 જેટલા કર્મચારીઓ આગમાં ફસાયા હતા. આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોચી હતી. અને આ કર્મચારીઓને બચાવી લીઘા હતા. અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
ડેટા નાશ થવાની શક્યતા
આ કંપનીમાં આગ કયા કારણસર લાગી તે હજુ જાણી શકાયુ નથી પરંતુ સર્વરમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન કરવામા આવી રહ્યું છે. આગની આ ઘટનામાં કંપનીના ડેટા નાશ થવાની શક્યતા છે.
આ પણ વાંચો : ગોધરા : ઈદનો તહેવાર માતમમાં ફેરવાયો, નમાજ અદા કરાવી રહેલા મોલાનાનું હાર્ટ એટેકથી મોત